માત્ર એસ જ રાતમાં રશિયાના સૈનિકોએ યૂક્રેનના વિવિધ સ્થળો પર 500 ડ્રોન અને 50થી વધુ મિસાઇલથી હુમલો કરી હાહાકાર મચાવ્યો છે.

યુદ્ધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને હમાસની વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યુ હતુ. પરંતુ રશિયા અને યૂક્રેનના યુદ્ધને 4 વર્ષનો સમય થઇ ચુક્યો છે. પરંતુ આ યુદ્ધ ખત્મ નથી થઇ રહ્યુ. જેટલા પ્રયત્ન તેને ખત્મ કરવા માટે થઇ રહ્યા છે. તેટલું જ આ યુદ્ધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. રશિયાએ યૂક્રેન પર મોટા પ્રમાણમાં હુમલો કરતા 6 લોકોના મોત થયા છે. અને 18 લોકો ઘાયલ થયા છે. આ હુમલો હમણા સુધીનો સૌથી મોટા હુમલાઓમાંનો એક હતો.

ઝેલેન્સ્કીના રશિયા પર આરોપ

રશિયાના હુમલાઓથી ઘબરાયેલા ઝેલેન્સ્કીએ કહ્યુ હતુ કે, અમને હજુ વધુ સુરક્ષાઓ જોઇએ છે. ખાસ કરીને એયર ડિફેન્સની આપૂર્તી, જેના દ્વારા આ કાર્યવાહીના આતંકને ખત્મ કરી શકાય. જો એક તરફના હવાઇ હુમલાઓ થાય છે. તો આ કૂટનીતિ માટે માર્ગ ખોલી શકે છે. ઝેલેન્સ્કીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતુ કે, પશ્ચિમના દેશોને કહ્યુ છે કે, રશિયા તેમનો મજાક ઉડાવે છે. કારણ કે, યૂરોપીય દેશો અને અમેરિકા આ મામલે કોઇ નક્કર કાર્યવાહી નથી કરી રહ્યા. ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યો છે કે, રશિયા હજુ પણ પશ્ચિમ દેશોમાંથી બનેલા બિનજરુરી સામાનનો ઉપયોગ ડ્રોન અને મિસાઇલમાં કરી રહ્યુ છે. ઝેલેન્સ્કીએ પશ્ચિમ દેશો પાસે કડક પ્રતિબંધની માગ કરી છે.

શિયાળુ સંકટ ઊભું કરવાનું લક્ષ્ય

યૂક્રેનિયન ઉર્જા નિષ્ણાતો કહે છે કે, રશિયા ફરીથી ઉર્જા માળખાને નિશાન બનાવીને શિયાળુ સંકટ ઊભું કરવાનું લક્ષ્ય રાખી રહ્યું છે. ગયા વર્ષે, રશિયાએ યુક્રેનની 50% વીજ ઉત્પાદન ક્ષમતાનો નાશ કર્યો હતો. હવે, યુક્રેન અને યુરોપિયન દેશો સંયુક્ત રીતે સરહદ અને ઉર્જા સ્થાપનોને સુરક્ષિત રાખવા માટે ડ્રોન વોલ એર ડિફેન્સ યોજના વિકસાવી રહ્યા છે. રશિયા દ્વારા આ હુમલો યુક્રેન દ્વારા રશિયન તેલ અને રિફાઇનરીઓને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાના જવાબમાં છે. 

  • Follow us on: