ડોનાલ્ડ ટ્રમ્પની સેક્રેટરી કૈરોલિન લેવિટે પ્રશ્નના ઉત્તરમાં પત્રકારની માતા મામલે અયોગ્ય ટિપ્પ્ણી કરી હતી. આ મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પની સેક્રેટરી ચર્ચામાં

ડોનાલ્ડ ટ્રમ્પ જો પોતાના નિવેદન અને પ્રતિક્રિયાના મામલે જો ચર્ચામાં રહેતા હોય તો તેમની ટીમના સભ્યો પણ આ જ પ્રકારે જવાબ આપી રહ્યા છે. અને ચર્ચાનો વિષય બની રહ્યા છે. ટ્રમ્પ સરકારની જે ટીમ છે. જ્યારે પણ તેમને સવાલ-જવાબ કરવામાં આવે ત્યારે તેઓ એવો જવાબ આપે છે કે, સંતુષ્ટી તો છોડો પત્રકારોનું અપમાન થઇ જાય છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વૈશ્વિક નેતાઓને પોતાના વ્હાઇટ હાઉસમાં બોલાવીને તેમનું અપમાન કરી ચુક્યા છે.

સેક્રેટરીના પત્રકારો પર પ્રહાર

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પત્રકાર પરિષદ શરુ હતી. અને આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની સેક્રેટરી કૈરોલિન લેવિટે પત્રકારો પર પ્રહાર કર્યા હતા. હફપોસ્ટકના પત્રકાર એસ.વી.ડેટેને પક્ષપાતી કહ્યુ હતુ. અને લેફ્ટ વિંગની લોબીમાંથી આવ્યા હોવાનું પણ કહ્યુ હતુ. અને પત્રકારો જાતે રહીને ડોનાલ્ડ ટ્રમ્પ પર ટિપ્પણી કરે છે. એસ.વી.ડેટે કૈરોલિન લેવિટે ટ્રમ્પ અને પુતિનની થનારી બેઠક મામલે પ્રશ્ન કર્યો હતો. તેના જવાબમાં કૈરોલિન લેવિટે પત્રકારનું અપમાન કર્યુ અને તેમની માતા માટે પણ અપશબ્દો કહ્યા હતા. 

  • Follow us on: