પુતિનના ભૂતપૂર્વ સુરક્ષા અધિકારી કારાકુલોવ દાવો કરે છે કે, પુતિને રશિયામાં પોતાના માટે 3 બંકર બનાવ્યા છે. પુતિન આ બંકરમાંથી પોતાનું કામ કરે છે. પુતિન બંકરમાંથી બેઠકો પણ કરે છે. કારાકુલોવે વધુમાં કહ્યું કે, પુતિને ત્રણેય બંકર એકસરખા બનાવ્યા છે. જેથી પુતિન હાલમાં કયા બંકરમાં છે તે અંગે કોઈ મૂંઝવણ ન રહે.
બંકર વિશે કરાયો ખુલાસો
કાળા સમુદ્ર પાસે બનેલા પુતિનના બંકર વિશે એક ખુલાસો કરવામાં આવ્યો હતો. પુતિનનું બંકર જમીનથી 50 મીટર નીચે છે. તે સમયે ઇમારતની નીચે બનેલા આ બંકરની કિંમત $1 બિલિયન હોવાનું કહેવાય છે. બંકરની દિવાલો 15 ઇંચ કોંક્રિટ કરવામાં આવી છે. તેને સરળતાથી ઘૂસી ન શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બંકરમાં સંપૂર્ણ વેન્ટિલેશન સિસ્ટમ અને ગટર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બંકરની અંદર એક ટેબલ અને ખુરશી છે. જ્યાં પુતિન પોતે બેસે છે. પુતિને ત્રણેય બંકરમાં પોતાની ઓફિસ બનાવી છે. પુતિન પોતાનો મોટાભાગનો સમય આ ઓફિસમાં વિતાવે છે.
પુતિન પોતાની સાથે કરે છે છેતરપિંડી
કારાકુલોવ જે પુતિનના સુરક્ષા અધિકારી હતા. તેઓએ કહ્યુ છે કે, પુતિન સુરક્ષા કર્મચારીઓ અને વિશ્વના ગુપ્તચર એજન્ટોને તેમની હિલચાલ વિશે છેતરપિંડી કરે છે. પુતિન ઘણીવાર કાફલાને બોલાવે છે અને તેમાં પોતાની ટીમ મોકલે છે. જ્યારે તે પોતે બહાર જતા નથી. કારાકુલોવ થોડા વર્ષો પહેલા મોસ્કોથી યુરોપ ભાગી ગયો હતો. કારાકુલોવ હવે પુતિન વિરુદ્ધ અવાજ ઉઠાવે છે અને દરરોજ તેમની સુરક્ષા વ્યવસ્થા જાહેર કરે છે.
કેવી છે વ્લાદિમીર પુતિનની સુરક્ષા ?
વ્લાદિમીર પુતિનની સુરક્ષા જોવાની જવાબદારી રશિયન સ્પેશિયલ ફોર્સિસની છે. આ ફોર્સમાં ફક્ત 35 વર્ષથી ઓછી ઉંમરના સૈનિકોને રાખવામાં આવે છે. પુતિન લોબિંગના આધારે તેમાં સૈનિકોની ભરતી કરે છે. શસ્ત્રો ઉપરાંત, આ સૈનિકો પાસે ડ્રોન અને ઇન્ટરસેપ્ટર પણ છે. પુતિનને ઘેરી લેનારા આ સૈનિકો વિશે દુનિયા પાસે ખૂબ ઓછી માહિતી છે. પુતિનના બોડીગાર્ડ્સ પાસે રશિયન બનાવટની 9 મીમી SR-1 વેક્ટર પિસ્તોલ છે. જે બખ્તર-વેધન ગોળીઓથી ભરેલી છે. જેનો ઉપયોગ કટોકટીની પરિસ્થિતિઓમાં થાય છે.