રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનમાં મોટો ઉલટફેર થયો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ યુદ્ધના ઘર્ષણની સ્થિતિ વચ્ચે મહત્વનો નિર્ણય લીધો. ઝેલેન્સકીએ દેશના નવા વડા પ્રધાન તરીકે યુલિયા સ્વિરિડેન્કોની નિમણૂક કરી. અગાઉ યુલિયા સ્વિરિડેન્કો ડેપ્યુટી સીએમ હતા અને એક અર્થશાસ્ત્રી પણ છે. તેમની સફળ કામગીરીને લઈને ઝેલેન્સકીએ યુલિયાને દેશની કમાન સોંપવાનો નિર્ણય કર્યો.
યુદ્ધ વચ્ચે યુક્રેનમાં મોટો ઉલટફેર
યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ અત્યારે વધુ ભયંકર બન્યું છે. રશિયા દ્વારા સતત ડ્રોન હુમલાના કારણે અત્યારે યુક્રેન બેકફૂટ પર છે. ત્યારે અમેરિકાનું સમર્થન મેળવવા યુક્રેન દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ સહયોગ આપવાની વાત કરે છે પરંતુ વાસ્તવિક રીતે કોઈ નક્કર કામ થતું નથી. આવી સ્થિતિમાં યુક્રેનમાં સત્તામાં મોટો ઉલટફેર અનેક બાબતો સૂચવે છે. ઝેલેન્સકી દ્વારા યુલિયા સ્વિરીડેન્કોને યુક્રેનના રાષ્ટ્રપતિ બનાવી ડોનાલ્ડ ટ્રમ્પને સાધવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું રાજનીતિક વિશ્લેષકોનું અનુમાન છે.
39 વર્ષીય સ્વિરીડેન્કો એક અર્થશાસ્ત્રી
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુલિયાને રાષ્ટ્રપતિ બનાવવાને લઈને ખુલાસો કરતાં કહ્યું કે 39 વર્ષીય સ્વિરીડેન્કો એક અર્થશાસ્ત્રી છે. રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેન અનેક રીતે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. એટલે એક અર્થશાસ્ત્રી તરીકે યુલિયા દેશને નાણાકીય રીતે વધુ સારી સ્થિતિમાં લાવી શકે છે. યુલિયા સ્વિરીડેન્કો હવેથી યુક્રેન સરકારનું નેતૃત્વ કરશે અને તેમના કાર્યપદ્ધતિના અનુભવ મળતે દેશમાં મોટું પરિવર્તન આવી શકે છે.
અમેરિકા સાથે સંબંધો સુધારવા કવાયત
ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં આ વર્ષે અમેરિકા સાથે ખનિજ કરાર પર હસ્તાક્ષર કરવામાં સ્વિરિડેન્કોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેના બાદથી સ્વિરિડેન્કોની ખૂબ ચર્ચા થઈ હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી ઝેલેન્સકીએ યુલિયા સ્વિરીડેન્કોને દેશની કમાન સોંપવાનો નિર્ણય કર્યો. સંભવત આગામી સમયમાં રશિયા અને યુક્રેનનું યુદ્ધને એક નવી દિશા મળી શકે. લાંબા સમયથી આ પદ સંભાળી રહેલા આઉટગોઇંગ પીએમ ડેનિસ શામલને નવા સંરક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યા છે. આઉટગોઇંગ સંરક્ષણ પ્રધાન રુસ્ટેમ ઉમેરોવને યુએસમાં યુક્રેનના નવા રાજદૂત બનાવવામાં આવી શકે છે.wo