કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટે્રોએ મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની વાર્ષિક બેઠકમાં ભાષણ આપતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય અધિકારીઓ સામે ફોજદારી તપાસની માંગ ઊઠાવી છે. પેટે્રોએ આ માંગ કેરેબિયાઇ સમુદ્રમાં હોડી પર થયેલા હુમલાઓ બાદ ઉઠાવી,જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો.આપને જણાવી દઇએ કે અમેરિકાએ આ હુમલાઓને લઇને દાવો કર્યો હતો. તેના નિશાના પર માદક પદાર્થ લઇને જઇ રહેલા તસ્કરો ગિરોહ હતા અને હોડી દ્વારા તસ્કરી થઇ રહી હતી.

શું હતી ઘટના?

અમેરિકી અધિકારીઓ મુજબ, 2 સપ્ટેમ્બરના પ્રથમ હુમલામાં 11 લોકોના મોત થયા હતા, ત્યારબાદ 16 સપ્ટેમ્બરના બીજા હુમલામાં 3 લોકોનાં મોત થયા અને પછી શુક્રવારે થયેલા ત્રીજા હુમલામાં પણ 3 લોકો મૃત્યુ પામ્યા. અમેરિકાએ આ તમામ હોડીમાં ડ્રગ્સ હોવાનો દાવો કર્યો હતો.

શું બોલ્યા કોલંબિયાના રાષ્ટ્રપતિ?

કોલંબિયાના રાષ્ટ્રપતિ પેટે્રોએ આ ત્રણેય હુમલાની નિંદા કરતા જણાવ્યું કે આ હોડીમાં સવાર લોકો "વેનેઝુએલા ના ટ્રેન ડે અરાગુઆ ગેંગ" સાથે સંકળાયેલા ન હતા, જેમ કે ટ્રમ્પ પ્રશાસને દાવો કર્યો હતો. તેમણે કહ્યું,
આપરાધિક કાર્યવાહી એમના પર શરૂ થવી જોઈએ, ભલે તે સૌથી ઉંચા પદ પર બેઠેલો અધિકારી કેમ ન હોય એટલે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ.

હોડીમાં સવાર લોકો "માત્ર ગરીબ લેટિન અમેરિકન યુવાન

પેટે્રોએ અમેરિકાના માદક પદાર્થ લઇ જઇ રહેલા હોડીને નિશાનો બનાવવાનો દાવો ખારીજ કર્યો હતો. તેમણે કહ્યું કે આ હોડીમાં સવાર લોકો "માત્ર ગરીબ લેટિન અમેરિકન યુવાન હતા, જેમના પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.પેટ્રોએ મહાસભામાં કહ્યુ કે કેરેબિયનમાં મિસાઇલોનો ઉપયોગ ડ્રગ તસ્કરી રોકવા માટે કર્યુ હતો. આ એક જૂઠ છે. શું વાસ્તવમાં નિહત્થે, ગરીબ યુવાનો પર બોમ્બ મારો કરવો જરૂરી હતુ...

વેનેઝુએલાના રાષ્ટ્રપતિની પણ કરી ચૂક્યા છે અમેરિકાની આલોચના
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ પણ અમેરિકાની ટીકા કરતાં જણાવ્યું કે તેમની સરકાર અમેરિકી હુમલાઓનો જવાબ આપવા માટે બંધારણ અનુસાર આદેશો તૈયાર કરી રહી છે. માદુરોએ આરોપ લગાવ્યો કે,
અમેરિકા માદક પદાર્થોની તસ્કરીનું બહાનું બનાવીને સૈન્ય કાર્યવાહી કરી રહ્યો છે, જેથી મારી સરકારને સત્તાથી દૂર કરી શકાય."

અમેરિકા તરફથી હજુ સુધી કોઇ પુરાવા નથી અપાયા
અમેરિકી પ્રશાસનનું કહેવું છે કે આ કાર્યવાહી માદક પદાર્થોની તસ્કરી રોકવા માટે જરૂરી હતી.પરંતુ, અત્યાર સુધી અમેરિકા એ સ્પષ્ટ કર્યું નથી કે હોડીમાં આવેલા સામાનનું મૂલ્યાંકન કેવી રીતે થયું, અથવા ત્યાંના મુસાફરોને ગેંગ સાથે જોડાયેલા તરીકે કેવી રીતે ઘોષિત કરાયા.

  • Follow us on: