કમલા હેરિસે આ નિવેદન પોતાની નવી બુક 107 ડેઝના લંડન બુક ટૂર પર ઇન્ટરવ્યુ દરમિયાન આપ્યુ. આ પહેલા હેરિસ 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી ડેમોક્રેટિક પાર્ટી તરફથી લડી ચૂકી છે. પંરતુ તેમને ટ્રમ્પ તરફથી હારનો સામનો કરવો પડ્યો હતો. અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે સંકેત આપ્યા છે કે તે રાષ્ટ્રપતિ ચૂંટણીને ફરીથી લડી શકે છે. હેરિસે ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યુ કે તે ચોક્કસપણે એક દિવસ અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે.
વ્હાઇટ હાઉસમાં જરૂર કોઇ મહિલા રાષ્ટ્રપતિનો પ્રવેશ થશે
એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે કમલા હેરિસને પૂછવામાં આવ્યુ કે તે રાષ્ટ્રપતિ બની શકે છે, તો તેમણે તેનો જવાબ આપતા કહ્યુ કે આવું થઇ શકે છે. આ તેમનો અત્યાર સુધીનો સૌથી મજબૂત સંકેત છે કે 2028માં તે બીજી વાર લડી શકે છે. પરંતુ આ નિર્ણય હજુ સુધી પાક્કો નથી. હેરિસે કહ્યુ કે તે સંભવતઃ એક દિવસ અમેરિકાની રાષ્ટ્રપતિ બની શકે છે. તે પૂરાં વિશ્વાસની સાથે કહી શકે છે કે એ દિવસ વ્હાઇટ હાઉસમાં જરૂર કોઇ મહિલા રાષ્ટ્રપતિનો પ્રવેશ થશે.













