અમેરિકાના ટ્રમ્પ પ્રશાસન અનેક વખત દાવા કરી ચૂક્યુ છે કે ભારત-પાકિસ્તાન સંઘર્ષને રોકવામાં તેમની ભૂમિકા છે. જોકે ભારત સરકાર તરફથી આ દાવાને નકારી કાઢવામાં આવ્યો છે. તેમ છતાં વારંવાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પ્રશાસનના મંત્રી એજ દાવો કર્યા કરે છે. હવે ફરીએક વખત અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ કહ્યુ છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયુ તો અમેરિકા તેમાં સીધી રીતે સામેલ હતુ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંને પરમાણુ સંપન્ન દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવામાં સફળ રહ્યા.

ટ્રમ્પ અનેક વખત કરી ચૂક્યા છે દાવો
10 મે એ ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ 30થી વધુ વખત બંને દેશો વચ્ચે વિરામ કરાવ્યાનો દાવો કરી ચૂક્યા છે, તેમણે એમ પણ કહ્યુ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમાધાનમાં મદદ કરી અને બંને દેશોને કહ્યુ કે જો બંને દેશ યુદ્ધ રોકી દેશે તો અમેરિકા તેમના વેપારમાં વૃદ્ધિ કરશે. જો કે ભારત સતત એવુ કહેતો રહ્યુ છે કે પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ પર સહમતિ બંને દેશોની સેનાઓના સૈન્ય અભિયાન ડીજીએમઓ વચ્ચે સીધી વાતચીત કર્યા બાદ થઇ હતી.

રૂબિયાએ ટ્રમ્પને શાંતિના રાષ્ટ્રપતિ ગણાવ્યા
હવે અમેરિકાના માર્ક રૂબિયોએ ગુરૂવારે એક મુલાકાત દરમિયાન કહ્યુ કે, ટ્રમ્પ શાંતિ માટે પ્રતિબદ્ધ છે અને તે શાંતિના રાષ્ટ્રપતિ છે અને એટલા માટે જ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયુ હતુ. તેથી અમે તેમાં સીધા સામેલ થયા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ શાંતિ સ્થાપિત કરવામાં સક્ષમ હતા. રુબિયોએ અન્ય યુદ્ધોનો પણ ઉલ્લેખ કર્યો જેને લઇને કહ્યું હતું કે ટ્રમ્પે તે પણ ઉકેલવામાં મદદ કરી હતી.

  • Follow us on: