ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગની સાઉથ કોરિયામાં થયેલી બેઠકમાં મોટાં નિર્ણય લેવામાં આવ્યા છે. એવામાં ટેરિફના મુદ્દા પર વાત બની, તો બીજી તરફ ટ્રમ્પ માટે માથાનો દુખાવો બનેલા સોયબીનની ખરીદી પણ ફરીથી શરૂ થવા પર સહમતિ બની છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આ વિશે વાત કરતા કહ્યુ કે China Tariff 57% થી ઘટીને 47% ઓછી થશે. તેમણે કહ્યુ કે ચીની રાષ્ટ્રપતિની સાથે બેઠક શાનદાર રહી અને તેમાં અનેક મોટા નિર્ણય કરવામાં આવ્યા છે. સોયબીન પર પણ ચર્ચા થઇ અને ટ્રમ્પ પ્રમાણે ચીન દ્વારા સોયાબીનની ખરીદી તરત શરૂ કરી દેવામાં આવશે.


US-China સંબંધોની નવી શરૂઆત

ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે આર્થિક અને વેપારિક સમજૂતીને લઇને મોટું એલાન કર્યુ. જેમાં ચીન પર લાગુ કરવામાં આવેલો ટેરિફમાં 10 ટકા ઘટાડો કર્યો એટલે કે હવે ચીનમાં ટેરિફ 57થી લઇને 47 ટકા કરવામાં આવ્યો. તો બીજી તરફ અન્ય વિવાદિત મુદ્દા પર ચીનની સાથે સહમતિની વાત કહેતા આ બેઠકને અદ્દભુત ગણાવી. તેમણે કહ્યુ કે અમેરિકા-ચીન સંબંધોમાં એક શાનદાર નવી શરૂઆત છે. સાઉથ કોરિયાના બુસાન શહેરમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે આશરે બે કલાકથી પણ વધારે સમય સુધી બંધ રૂમમાં વાતચીત કરી. ત્યાર બાદ ટ્રમ્પે મોટું એલાન કરતા કહ્યુ કે બેઠકમાં ઘણાં સારાં નિર્ણય લેવામાં આવ્યા અને ઘણાં મહત્વપૂર્ણ વસ્તુઓ પર નિષ્કર્ષ જલ્દી જ જાહેર કરવામાં આવશે.

અમેરિકા માટે ચીની નિકાસમાં હવે કોઈ અવરોધ નહીં

રેર અર્થ મિનરલ્સ, ચિપ્સ સહિતના એવા મુદ્દાઓ, જે છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ચીન વચ્ચે તણાવના મુખ્ય કારણ બન્યા હતા, તેમએ પણ ટ્રમ્પ તરફથી ઉકેલી દેવાનો દાવો કર્યો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે થયેલી બેઠકમાં બનેલા સમજૂતીઓ વિશે જણાવતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હવે અમેરિકામાં ચીની નિકાસના પ્રવાહમાં કોઈ અડચણ નહીં આવે.

ચિપ્સથી લઈને રેર અર્થ મિનરલ્સ સુધી કરાઇ વાત

ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપિંગ સાથેની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં કહ્યું કે, ફેન્ટેનાઈલને રોકવા માટે ચીન કડક મહેનત કરશે એવી સહમતી બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ, ચિપ્સના મુદ્દે જિનપિંગ NVIDIA અને અન્ય કંપનીઓ સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત ટ્રમ્પ સાથે હાજર અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે રેર અર્થ મિનરલ્સને લગતો મુદ્દો નક્કી થઈ ગયો છે અને ચીન દુર્લભ ખનિજની નિકાસ ચાલુ રાખશે. યુએસ-ચીન ડીલ અંગે આવેલ આ અપડેટ બાદ સપ્લાય ચેઇન સંબંધિત ચિંતાઓમાં રાહત મળી શકે છે.


  • Follow us on: