અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પોતાના આગામી કૂટનીતિક પ્રવાસનુ એલાન કર્યુ, જે હેઠળ તે મલેશિયા, દ.કોરિયા અને જાપાનની યાત્રા કરશે. ટ્રમ્પ આ પ્રવાસ દરમિયાન દક્ષિણ કોરિયામાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે બેઠક કરવાના છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યુ કે તેમણે રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે પ્રસ્તાવિત શિખર વાર્તા રદ્દ કરી દીધી છે. તેમણે કહ્યુ કે, મને આ સરખુ ન લાગ્યુ.ટ્રમ્પે કહ્યુ કે તે એક બેકાર બેઠક કરવા નથી ઇચ્છતા.

ટ્રમ્પે જણાવ્યુ કે કેમ પુતિન સાથે બેઠક રદ્દ કરી

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, આગલા અઠવાડિયે અમે મલેશિયા, દ કોરિયા અને જાપાન જઇ રહ્યા છે. દક્ષિણ કોરિયામાં મારી મુલાકાત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે થશે.અમારી વચ્ચે એક લાંબી બેઠક નિર્ધારિત છે. અમને આશા છે કે અમે અમારાં અનેક સવાલો, સંદેહ અને મહત્વપૂર્ણ મુદ્દા પર મળીને કામ કરી શકીશુ. અમે રાષ્ટ્રપતિ પુતિનની સાથે બેઠક રદ્દ કરી છે. મને આ સાચું ન લાગ્યુ. એવું લાગ્યુ કે અમે તે જગ્યા પર નહીં પહોંચી શકીએ જ્યાં અમારે પહોંચવુ હતુ. જેના કારણે મે તેને રદ્દ કરી દીધી.

ટ્રમ્પના પ્રસ્તાવિત યુદ્ધવિરામ યોજનાનો અસ્વીકાર કર્યો

પુતિન શિખર સંમેલન રદ્દ થયા બાદ રશિયાએ યુક્રેનમાં ટ્રમ્પના પ્રસ્તાવિત યુદ્ધવિરામ યોજનાનો અસ્વીકાર કરી લીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે પોતાના આગામી બેઠકને લઇને આશાવાદી છે અને આશા કરી રહ્યા છે કે તે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે પોતાની વાતચીતને આગળ વધારી શકશે. તેમણે કહ્યુ કે તે ઉર્જા અને ઓઇલ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. જેથી કરીને રશિયા પર શાંતિ સમજૂતી માટે દબાવ બનાવી શકાય.

ટ્રમ્પ યુદ્ધનો અંત જોવા ઇચ્છે છે

ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં નાટો મહાસચિવ માર્ક રૂટેની મહેમાન ગતિ દરમિયાન પ્રેસ સાથે વાતચીતમાં કહ્યુ કે, સંભવતઃ હું આ મુદ્દા પર વાત કરીશ. વાસ્તવમાં હું આ વાત પર ચર્ચા કરીશ કે અમે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને કેવી રીતે સમાપ્ત કરી શકીશું. ભલે તે ઉર્જા, ઓઇલ કે પછી કોઇ બીજા માધ્યમનુ હોય. મારૂં માનવુ છે કે આ બાબતે સકારાત્મક રવૈયો અપનાવશે, મને લાગે છે કે તે આ યુદ્ધનો અંત દેખવા ઇચ્છે છે.

  • Follow us on: