અમેરિકામાં ન્યૂ વર્લ્ડ સ્ક્રૂવોર્મ એટલે કે માંસ ખાનારું પરજીવીનો પહેલી ઘટના સામે આવી છે. આ વિષય પર અમેરિકી સ્વાસ્થ્ય તેમજ હ્યુમન સર્વિસ ડિપાર્ટમેન્ટે રવિવારે જાણકારી આપી છે. આ સમાચાર સામે આવતા જ પશુપાલકો, માંસ ઉત્પાદકો અને વેપારીઓમાં ગભરાટ ફેલાયો છે.


અલ સાલ્વાડોર ગયેલા વ્યક્તિ સાથે જોડાયેલો છે મામલો

HHSના પ્રવક્તા એન્ડ્રયુ જી નિક્સને રોયટર્સને મોકલેલા એક ઇમેલમાં જણાવ્યુ કે આ મામલે તપાસ મેરીલેન્ડ સ્વાસ્થ્ય વિભાગ અને યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા કરવામાં આવ્યું હતું, જેની પુષ્ટિ ઓગસ્ટમાં જ સીડીસી દ્વારા ન્યૂ વર્લ્ડ સ્ક્રૂવાર્મના રૂપમાં કરવામાં આવી હતી.તેમણે કહ્યું કે આ કેસ એક વ્યક્તિ સાથે સંબંધિત છે જે અલ સાલ્વાડોર ગયો હતો.

આ વર્ષે કોઇ પ્રાણીમાં નથી કેસ

આ પહેલા રોયટર્સે જણાવ્યુ કે ગૌમાંસ ઉદ્યોગના સૂત્રોએ ગયા અઠવાડિયેજ દાવો કર્યો હતો કે સીડીસીએ મેરીલેન્ડમાં એક વ્યક્તિમાં ન્યૂ વર્લ્ડ સ્ક્રુવોર્મના કેસની પુષ્ટિ કરી છે જે ગ્વાટેમાલાથી યુ.એસ. ગયો હતો. નિક્સને કહ્યું કે યુ.એસ.માં દવાના પ્રવેશથી જાહેર આરોગ્ય માટે જોખમ ખૂબ ઓછું છે.સાથે જ અમેરિકી સરકારે આ વર્ષે પ્રાણીઓમાં કોઇ પણ મામલાની પુષ્ટિ કરી નથી.

પશુપાલકોમાં વધારી ચિંતા

આ સમાચારને પગલે પશુપાલકો, માંસ ઉત્પાદકો અને વેપારીઓની ચિંતા વધી ગઈ છે, કારણ કે સ્ક્રૂવોર્મ મધ્ય અમેરિકા અને દક્ષિણ મેકિસિકોથી ઉત્તર દિશામાં ફેલાઈ રહ્યો છે. આ સ્થિતિને લઇને પ્રશાસન સતર્ક છે. USDA એ અંદાજ આપ્યો છે કે સ્ક્રૂવર્મના પ્રકોપથી ટેક્સાસમાં અંદાજિત 1.8 અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે. આ નુક્સાનમાં પશુઓના મરણ, શ્રમ ખર્ચ અને દવાઓના ખર્ચનો સમાવેશ થાય છે. અન્ય એક સૂત્રએ જણાવ્યું કે રાજ્યના પશુ ચિકિત્સકોને CDC સાથેની કોલ દરમિયાન મેરીલેન્ડમાં માનવ કેસ હોવાનું જણાવાયું હતું. પછી મેરીલેન્ડ રાજ્ય સરકારના એક અધિકારીએ પણ આ કેસની પુષ્ટિ કરી હતી. જોકે, મેરીલેન્ડ હેલ્થ વિભાગના પ્રવક્તાએ આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.


  • Follow us on: