મધ્ય પૂર્વમાં અમેરિકાની લશ્કરી તૈનાતી સતત વધી રહી છે. યુદ્ધ જહાજો, ફાઇટર જેટ્સ અને હવાઈ સંરક્ષણ સિસ્ટમો દર્શાવે છે કે રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ જાય તો લશ્કરી વિકલ્પ ખુલ્લો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પણ અનેક વખત ઈરાનને કડક ચેતવણી આપી છે. આવી સ્થિતિમાં જો ખરેખર હુમલો થાય, તો નીચે મુજબ 6 મોટા દૃશ્યો ઉભા થઈ શકે છે

મર્યાદિત લશ્કરી હુમલા અને રાજકીય પરિવર્તન

અમેરિકા ઈરાનના પરમાણુ કેન્દ્રો, મિસાઈલ બેઝ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ સાથે જોડાયેલા સ્થળો પર હવાઈ હુમલા કરી શકે છે. આ હુમલાઓ ઈરાનના નેતૃત્વને નબળું બનાવી શકે છે અને શાસન પરિવર્તન તરફ દોરી શકે છે. પરંતુ ઈરાક અને લિબિયાના ઉદાહરણો બતાવે છે કે શાસકને હટાવ્યા બાદ લાંબા સમય સુધી અસ્થિરતા રહેવાની શક્યતા વધારે છે.

શાસન રહે, પરંતુ નીતિમાં ફેરફાર

બીજા દૃશ્યમાં ઈરાનનું વર્તમાન શાસન ટકી રહે, પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણને કારણે તેની નીતિઓમાં ફેરફાર કરે. આમાં પરમાણુ કાર્યક્રમ મર્યાદિત કરવો, મિસાઈલ પરીક્ષણો ઘટાડવા અને પ્રાદેશિક સશસ્ત્ર જૂથોને સહાય ઓછી કરવાનો સમાવેશ થાય છે. જો કે, વર્ષોથી પ્રતિબંધોનો સામનો કરતું ઈરાન મોટા સુધારા કરશે તેવી સંભાવના ઓછી માનવામાં આવે છે.

લશ્કરી શાસનનો ઉદય

જો હુમલાથી રાજકીય વ્યવસ્થા નબળી પડે અને વિરોધ પ્રદર્શનો કાબૂમાં ન આવે, તો ઈરાની સુરક્ષા દળો સીધા સત્તા સંભાળી શકે છે. રિવોલ્યુશનરી ગાર્ડ્સ પહેલેથી જ રાજકારણ અને અર્થતંત્રમાં શક્તિશાળી છે, તેથી લશ્કરી શાસન ઊભું થવાની શક્યતા રહે છે.

 ઈરાનની તીવ્ર બદલાની કાર્યવાહી

ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોઈપણ હુમલાનો જવાબ આપવામાં આવશે. ગલ્ફ વિસ્તારમાં આવેલા અમેરિકી બેઝ, ઇઝરાયલ જેવા સાથી દેશો અને વ્યૂહાત્મક ઠેકાણાં પર મિસાઈલ તથા ડ્રોન હુમલા થઈ શકે છે.

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની શક્યતા

ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ ખાણો મૂકી શકે છે. વિશ્વના લગભગ 20% તેલ અને ગેસની હેરફેર આ માર્ગથી થાય છે. આ માર્ગ બંધ થતાં વૈશ્વિક ઊર્જા ભાવોમાં ઉછાળો આવશે અને ભારત સહિત અનેક દેશોને સીધી અસર થશે.

શાસનનું પતન અને અરાજકતા

જો શાસન પડી જાય અને નવી સત્તા વ્યવસ્થા ઊભી ન થાય, તો 9 કરોડથી વધુ વસ્તી ધરાવતા ઈરાનમાં આંતરિક સંઘર્ષ ફાટી શકે છે. વિવિધ વંશીય જૂથો પોતપોતાના પ્રદેશોમાં સત્તા માટે લડત શરૂ કરી શકે છે, જે આખા મધ્યપૂર્વને અસ્થિર બનાવી શકે છે.

આ પણ વાંચો : Banana Capital of India : મહારાષ્ટ્રનું આ શહેર બનેલું છે ‘બનાના સિટી’ કારણ જાણશો તો ચકિત થઈ જશો