વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર ફરતા એક ખોટા દાવાને ફગાવી દીધો છે કે અમેરિકાએ ઈરાન પર હુમલો કરવા માટે ભારત પાસેથી લશ્કરી મદદ માંગી છે.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિદેશ મંત્રાલયે આ દાવાઓને "ખોટા અને બનાવટી ગણાવ્યા. મંત્રાલયે લોકોને આવી પોસ્ટથી સાવધ રહેવા વિનંતી કરી. વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચેતવણી જારી કરી હતી
આ વાયરલ દાવો વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન
આ વાયરલ દાવો એક પત્રકાર દ્વારા કરવામાં આવ્યો હતો જેણે આરોપ લગાવ્યો હતો કે અમેરિકા લોજિસ્ટિક્સ એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (LEMOA) હેઠળ લશ્કરી સંપત્તિઓને ટેકો આપવા માટે પશ્ચિમ ભારતનો ઉપયોગ કરવાની શક્યતા શોધી રહ્યું છે. આ પોસ્ટમાં કોંકણ કિનારા નજીક સંભવિત ઓફશોર તૈનાત વિશે વધુ અનુમાન કરવામાં આવ્યું હતું અને તેને ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ સાથે જોડવામાં આવ્યું હતું.
