જોકે, પેન્ટાગોન હવે નવા મોરચાઓ પર નજર રાખી રહ્યું છે. અમેરિકા હાલમાં ઓછામાં ઓછા ત્રણ દેશો સામે કડક વલણ અપનાવી રહ્યું છે.
ત્રણ દેશ યુએસના કટ્ટર વિરોધી
ઈરાન સાથેના કરાર બાદ, અમેરિકા આ ત્રણ દેશો સાથે યુદ્ધ લડવાની તૈયારી કરી રહ્યું છે. પેન્ટાગોને આ માટે એક યોજના પણ તૈયાર કરી છે. જે દેશો સાથે સંભવિત યુએસ સંઘર્ષની ચર્ચા થઈ રહી છે. તેમાં ક્યુબા, કોલંબિયા અને પેરુનો સમાવેશ થાય છે. આ ત્રણ દેશોને યુએસના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. અમેરિકાએ અગાઉ ક્યુબા અંગે ખુલ્લી ચેતવણીઓ આપી છે. સ્વતંત્રતા પછી, અમેરિકા લગભગ 400 યુદ્ધો અને લશ્કરી કાર્યવાહીમાં સામેલ રહ્યું છે. ઇતિહાસમાં ફક્ત 13 વર્ષ જ કોઈ પ્રકારના લશ્કરી સંઘર્ષ અથવા યુદ્ધ વિના રહ્યા છે.
Also Read
અમેરિકા યુદ્ધની તૈયારીમાં
1. ક્યુબાઃ સામ્યવાદી શાસિત દેશ ક્યુબા અમેરિકાના રડાર પર છે. અમેરિકાએ તેના રાષ્ટ્રપતિ પર ઈનામની જાહેરાત કરી છે. અમેરિકાએ ક્યુબાની આસપાસ તેના જહાજો રોક્યા છે. 10 જૂને, યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે નિવેદન આપ્યુ હતુ કે, પેન્ટાગોન ક્યુબાને લગતી કોઈપણ સંભવિત પરિસ્થિતિ માટે તૈયાર છે. આ મહિનાની શરૂઆતમાં, યુએસ વિદેશ સચિવ માર્કો રુબિયોએ ક્યુબાને નિષ્ફળ રાજ્ય ગણાવ્યું હતું. રુબિયોના મતે, વર્તમાન સરકાર ક્યુબામાં સુધારો કરી શકતી નથી.
2. કોલંબિયાઃ યુએસ રાષ્ટ્રપતિએ જાન્યુઆરી 2026માં કોલંબિયા સામે લશ્કરી કાર્યવાહીની વાત કરી હતી. પરંતુ તે પછી મામલો શાંત થઈ ગયો. હવે ટ્રમ્પ ફરીથી કોલંબિયા પર નજર રાખી રહ્યા છે. કોલંબિયા એ દક્ષિણ અમેરિકન દેશ છે. જેને અમેરિકાનો વિરોધી માનવામાં આવે છે. યુએસ રાષ્ટ્રપતિએ અનેક વખત કોલંબિયાના રાષ્ટ્રપતિ સામે કઠોર ટિપ્પણીઓ કરી છે.
3. પેરુઃ અમેરિકા અને પેરુ વચ્ચેના સંબંધો પહેલા ઉત્તમ હતા. પરંતુ ત્યાં સામ્યવાદીઓના વધતા પ્રભાવે વોશિંગ્ટનમાં ચિંતા ઉભી કરી છે. તાજેતરની પેરુની ચૂંટણીઓ દરમિયાન, ટ્રમ્પે લોકોને સીધી ચેતવણી આપી હતી કે, ત્યાં સામ્યવાદી સરકાર ન બનાવવી જોઈએ. આમ છતાં, પેરુમાં સામ્યવાદી નેતાઓ જીતી રહ્યા હોવાનું દેખાઇ રહ્યુ છે.
યુએસ હુમલાનો ભય
ચીન, રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશોને અમેરિકાના સૌથી કટ્ટર વિરોધી માનવામાં આવે છે. વધુમાં, વેનેઝુએલા, કોલંબિયા, મેક્સિકો, પેરુ અને બ્રાઝિલ પણ અમેરિકાના દુશ્મન છે. આ દેશો પાસે પરમાણુ શસ્ત્રો નથી. તેથી, તેમના પર યુએસ હુમલાનો ભય હંમેશા રહે છે. ઈરાનના કિસ્સામાં, યુએસે ચેતવણી આપ્યા વિના તેહરાન પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચોઃ બ્રિટિશ સરકારનો નિર્ણય, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ













