આ કરારમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવું, પ્રતિબંધોમાં રાહત, ઈરાની સંપત્તિઓ મુક્ત કરવાનો સમાવેશ થાય છે.
ડીલ મામલે અસ્પષ્ટતા
અમેરિકા અને ઈરાન વચ્ચે ત્રણ મહિનાથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે શાંતિ કરાર હવે લગભગ તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, બંને દેશો રવિવારે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરી શકે છે. પાકિસ્તાન પીએમ શાહબાઝ શરીફે પણ કહ્યું છે કે, કરાર આગામી 24 કલાકમાં અંતિમ સ્વરૂપ આપી શકાય છે. ત્યારબાદ ઈરાન અને અમેરિકા ઇલેક્ટ્રોનિક રીતે તેના પર હસ્તાક્ષર કરશે. જોકે, ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાગાઈએ કહ્યું કે, કરાર રવિવારે થઈ શકે નહીં, પરંતુ આગામી દિવસોમાં થવાની સંભાવના છે.
ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવશે નહીં: ટ્રમ્પ
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દાવો કર્યો હતો કે ઈરાન હવે પરમાણુ શસ્ત્રો વિકસાવવા માંગતો નથી. તેમણે કહ્યું કે, તેમની સરકારનો કરાર ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવાથી સંપૂર્ણપણે અટકાવશે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, કરાર પર હસ્તાક્ષર થતાં જ હોર્મુઝ સ્ટ્રેટને બધા દેશોના જહાજો માટે ખોલવામાં આવશે. ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પરમાણુ કરારની ટીકા કરતા કહ્યું હતું કે, તેમનો કરાર ઈરાનને પરમાણુ શસ્ત્ર તરફ દોરી રહ્યો છે, જ્યારે નવો કરાર તેને અટકાવશે.
કરારમાં શું પ્રસ્તાવિત ?
પ્રસ્તાવિત કરાર મુજબ, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલશે, અને બદલામાં, અમેરિકા ઈરાની બંદરો પરનો નાકાબંધી હટાવશે. આ પછી, દરિયાઈ માર્ગમાં નાખેલી લેન્ડમાઈન્સને દૂર કરવાનું કામ શરૂ થશે. G7 દેશો પણ આ પ્રક્રિયામાં સામેલ થઈ શકે છે. વધુમાં, અમેરિકા ધીમે ધીમે વિદેશમાં રાખવામાં આવેલી ઈરાનની અબજો ડોલરની સંપત્તિ મુક્ત કરશે અને ઈરાનના તેલ નિકાસ પરના કેટલાક નિયંત્રણો પણ હળવા કરશે.
આ પણ વાંચોઃ Gyan Bindu Academyના ડાયરેક્ટર Raushan Anandના ભાઈ પ્રિન્સનું નેપાળમાં શંકાસ્પદ મોત
