આ હુમલામાં ડ્રાઈવર, તેની પત્ની અને એક પુત્રીનું મોત થયું હતું. આ ઘટના બાદ, સેન્ટકોમે તપાસની માંગ કરી છે. 

ટેક્સી ડ્રાઈવરના ઘર પર હુમલો

જે વ્યક્તિના ઘર પર અમેરિકી સૈન્યએ હુમલો કર્યો હતો. તેની ઓળખ કૈસર જાફરી તરીકે થઈ છે. જે કેશમ ટાપુનો રહેવાસી છે. કૈસર કેશમ વિસ્તારમાં ટેક્સી ચલાવતો હતો. હુમલાના દિવસે, જ્યારે અમેરિકાએ ઘર પર બોમ્બમારો કર્યો ત્યારે તે તેના આખા પરિવાર સાથે ઘરે હતો. આ હુમલામાં કૈસરની પત્ની ઝહરા અને પુત્રી સનાનું મૃત્યુ થયું હતું. તેના બે બાળકો બચી ગયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કૈસરના ઘર પર માર્ક 84 બોમ્બ પડ્યો હતો, જે અમેરિકાનો સૌથી ખતરનાક માનવામાં આવે છે.

30 ફૂટ પહોળો ખાડો બન્યો

બોમ્બ કૈસર જાફરીના ઘર પર પડ્યો, જેનાથી તે સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયું. 30 ફૂટ પહોળો ખાડો બન્યો. ધુમાડાનું મોટું વાદળ જોવા મળ્યું. આ વિસ્તારમાં 100 થી વધુ ઘરો છે, જ્યાં સ્થાનિક રહેવાસીઓ રહે છે. ટેક્સી ડ્રાઈવરના ઘર પર થયેલા હુમલા અંગે, સેન્ટકોમના પ્રવક્તા કેપ્ટન ટિમ હોકિન્સે યુએસ મીડિયાને જણાવ્યું હતું કે, અમે આ અહેવાલોથી વાકેફ છીએ અને તેમની તપાસ કરી રહ્યા છીએ.તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુએસ સૈન્ય ક્યારેય નાગરિકોને નિશાન બનાવતું નથી. 

હુમલા બાદ અન્ય પરિવારોનું સ્થળાંતર 

ઈરાની અધિકારીઓનું કહેવું છે કે ટેક્સી ડ્રાઈવરના ઘર પર થયેલા હુમલા બાદ બે ડઝનથી વધુ પરિવારો આ વિસ્તાર છોડીને ગયા છે. તેમને ભવિષ્યમાં હુમલાઓનો ડર છે. કેશ્મ ટાપુ હોર્મુઝ નજીક આવેલું છે, જ્યાંથી ઈરાન તેલ અને ગેસ સપ્લાય કરે છે. કેશ્મ પર હુમલો કરીને અમેરિકા ઈરાનને મોટો ફટકો આપવા માંગે છે.

આ પણ વાંચોઃ Karnataka મંત્રીમંડળના વિસ્તરણ બાદ Congressમાં અસંતોષ, ધારાસભ્યો અને નેતાઓમાં નારાજગી