આ વાત કોઈથી છુપાયેલી નથી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું નામ ઈતિહાસમાં નોંધાવા માંગે છે, ભલે તે કોઈ પણ રીતે હોય. ઘણી વખત ટ્રમ્પે આવા પ્રયત્નો કર્યા પણ છે. પછી ભલે એ યુદ્ધ રોકાવાની વાત હોય કે પછી કોઇ દેશની સાથે મિત્રતાના ગુણગાનની વાત હોય....હવે ફરીએક વખત ડોનાલ્ડ ટ્રમ્પ ઇતિહાસના ચોંપડે પોતાનું નામ નોંધાવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટું યુદ્ધજહાજ બનાવવા જઈ રહ્યા છે અને ટ્રમ્પે કહ્યું છે કે તેનું નામ તેમના નામ પર રાખવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવાર, 22 ડિસેમ્બરે, અમેરિકા માટે ભારે હથિયારોથી સજ્જ યુદ્ધ જહાજોની એક નવી શ્રેણી (ક્લાસ) બનાવવાની જાહેરાત કરી છે, જેને તેમના નામ પર રાખવામાં આવશે. આ નિર્ણય પર પ્રશ્નો ઊઠી રહ્યા છે કારણ કે સામાન્ય રીતે યુદ્ધજહાજોના નામ એવા અમેરિકન રાષ્ટ્રપતિઓ અથવા નેતાઓના નામ પર રાખવામાં આવે છે, જેમણે પોતાનું પદ છોડ્યું હોય.
