શ્રમિક દિવસ પર અમેરિકાના ન્યૂયોર્ક, શિકાગો, વોશિંગટન ડીસી, સેન ફ્રાન્સિસ્કો, સિએટલ સહિત અનેક શહેરમાં હજારો લોકો રસ્તાઓ પર ઉતર્યા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ પોતે નારા લગાવ્યા. આ પ્રદર્શનનુ એક મોટુ કારણ ઓછું વેતન છે. લોકો રસ્તાઓ પર ઉતરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે અને કામદારો માટે લિવિંગ વેજ એટલે કે જીવન નિર્વાહ માટે ન્યૂનતમ વેતનની માંગ કરી છે. પ્રદર્શન ખાસ કરીને ન્યૂયોર્ક અને શિકાગોમાં સંગઠન વન ફેયર વેઝ દ્વારા આયોજિત કરવામાં આવ્યુ છે.


પ્રદર્શન કારીઓની માંગ શું હતી?

આપને જણાવી દઇએ કે પ્રદર્શન કારીઓની મુખ્ય માંગ હતી કે વર્તમાન ફેડરલ લઘુત્તમ વેતન $7.25/કલાકથી વધુ વધારવામાં આવે, કારણ કે આ કોઇ પણ કામદાર માટે પર્યાપ્ત નથી. એટલું જ નહીં ન્યૂયોર્કમાં ટ્રમ્પ ટાવરની બહાર લોકોએ ટ્રમ્પ મસ્ટ ગો નાઉ એટલે કે ટ્રમ્પે હવે જવુ પડશે અને શિકાગોમાં નો નેશનલ ગાર્ડ અને લોક હીમ અપ જેવા નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યુ. આ સાથે જ વોશિંગટન ડીસીમાં આઇસીઇને રોકો અને ફ્રી ડીસી જેવા બેનરો સાથે પ્રવાસી નીતિનો પણ વિરોધ કર્યો હતો.

પ્રદર્શનકારીઓનું શું કહેવુ છે?

આ મામલે પ્રદર્શન કારીઓનું કહેવુ છે કે દેશમાં લોકતંત્ર, શ્રમિક અધિકાર, સામાજીક સુરક્ષા અને સ્વાસ્થ્ય સેવાઓ પણ ખતરામાં છે. શિકાગોમાં ઇવાંસ્ટનના મેયર ડેનિયલ બિસે કહ્યુ કે અમારાં લોકતાંત્રિક મૂલ્યો પર હમલો થઇ રહ્યો છે, એટલાં માટે અમે અહિંયા એકજૂટ થયા છીએ.


  • Follow us on: