અમેરિકાની સેનાએ વેનેઝુએલાની વધુ એક બોટને વેનેઝુએલાાના તટ પર નિશાનો બનાવ્યો છે. પહેલેથી જ અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ છે અને તાજેતરના હુમલા બાદ આ તણાવ વધુ વધી ગયો છે. આ અમેરિકાના વેનેઝુએલાની બોટને નિશાનો બનાવીને કરવામાં આવેલો પાંચમો હુમલો છે. અમેરિકાનો દાવો છે કે જે બોટને નિશાન બનાવવામાં આવ્યો છે.તેનાથી ડ્રગ્સ તસ્કરી થઇ રહી હતી.

શુક્રવારે પણ અમેરિકાના વેનેઝુએલાની બોટને બનાવી હતી નિશાન

રવિવારે નોફ્લોક નેવલ સ્ટેશન પર મીડિયા સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ કે શનિવારે વેનેઝુએલાની વધુ એક બોટને નિશાન બનાવવામાં આવ્યુ છે. ટ્રમ્પે કહ્યુ કે હાલના જ અઠવાડિયામાં નેવીએ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ અમારાં અભિયાનમાં મદદ કરી છે અને ગત રાત્રિએ પણ એક બોટને નિશાન બનાવવામાં આવ્યા હતા. તે બાદ અમને સમુદ્રમાં કોઇ બોટ નથી દેખાતી.

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ શુક્રવારે પણ વેનેઝુએલાની વધુ એક બોટને નિશાનો બનાવ્યો હતો જેમાં 4 લોકો માર્યા ગયા હતા. હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પે શનિવારે હુમલાની વાત કરી. એવામાં એ સ્પષ્ટ નથી થઇ રહ્યુ કે શનિવારે અમેરિકાએ નવો હુમલો કર્યો હતો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ શુક્રવારે હુમલાની વાત કરી રહ્યા હતા અને ભૂલથી શનિવાર બોલી ગયા.

રશિયાની યુએસને ચેતવણી

અમેરિકાનો દાવો છે કે તે વેનેઝુએલાના ડ્રગ તસ્કરોની બોટને નિશાન બનાવી રહ્યા છે. જોકે અમેરિકાએ હજુ સુધી પોતાના પક્ષમાં કોઇ પુરાવો મૂક્યો નથી. તો રશિયાએ અમેરિકાના વેનેઝુએલાની બોટ પર આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાં કરેલા હુમલાની નિંદા કરી છે. અને રશિયાએ ચેતવણી આપતા કહ્યુ કે હુમલાથી કેરેબિયાઇ ક્ષેત્રમાં તણાવ વધી શકે છે. રશિયાના વિદેશ મંત્રીએ વેનેઝુએલાના વિદેશ મંત્રી સાથે રવિવારે ટેલિફોનિક વાતચીત પણ કરી અને અમેરિકાના હુમલાની નિંદા કરી. રશિયાએ વેનેઝુએલાના નેતૃત્વ અને વેનેઝુએલાના લોકોને હાલની પરિસ્થિતિમાં પૂરૂં સમર્થન આપવાની વાત કહી.

  • Follow us on: