આ દિવસોમાં શટડાઉનમાંથી પસાર થતુ અમેરિકા દરરોજ અબજો ડોલર ગુમાવી રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના નેતૃત્વમાં અમેરિકા મુશ્કેલીમાં આવી ગયું છે. પહેલાં તો અન્ય દેશોને આંચકો આપવા માટે ટેરિફના મામલે ટ્રંપે લીધેલા મનમાના નિર્ણયો કારણે અમેરિકાની અર્થવ્યવસ્થાને પણ ઝટકો લાગ્યો અને હવે આ શટડાઉન! જો આ શટડાઉન વધુ લાંબું ચાલશે તો અમેરિકા માટે બહુ મોટું આર્થિક નુકસાન થશે. એક રિપોર્ટ મુજબ, ટ્રંપના વહીવટીતંત્રએ પણ માની લીધું છે કે આ શટડાઉનથી અમેરિકાની GDPને ભારે નુકસાન થશે.
દરરોજ એટલું મોટું નુકસાન
એક રિપોર્ટ મુજબ, દર અઠવાડિયે લગભગ 7 અબજ ડોલર સુધીના નુકસાનની શક્યતા છે. આ રીતે જોઇએો તો દરરોજ લગભગ 1 અબજ ડોલરનું નુકસાન થાય છે. જો તેને રૂપિયામાં ફેરવીએ તો તે આશરે ₹8,876 કરોડ જેટલું થાય છે. એટલે કે ટ્રંપના નેતૃત્વમાં અમેરિકા મોટું નુકસાન ભોગવી રહ્યુ છે. નોટમાં ચેતવણી આપવામાં આવી છે કે લાંબા શટડાઉનથી ગ્રાહકોનું ખર્ચ 30 અબજ ડોલર સુધી ઘટી શકે છે. સાથે જ સોશિયલ સિક્યુરિટી, હવાઈ મુસાફરી અને ગરીબ પરિવારો માટેની ખાદ્ય સહાય જેવી સેવાઓ પર પણ અસર પડશે.










