અમેરિકામાં PERM પ્રોગ્રામમાંથી આઠ મોટી IT કંપનીઓને સસ્પેન્ડ કરવાથી ભારતીય વ્યાવસાયિકો માટે ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં અવરોધ આવી શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે Cognizant, Infosys, TCS, Wipro, HCL, Capgemini, Microsoft અને Adobe ને PERM પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કર્યા છે. આ કંપનીઓ તરફથી નવી અને બાકી ગ્રીન કાર્ડ અરજીઓની પ્રક્રિયા પર અસર કરશે.
IT કંપનીઓને PERM પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કર્યા
તાજેતરમાં અમેરિકાના વહીવટીતંત્રે કોગ્નિઝન્ટ (Cognizant), ઇન્ફોસિસ (Infosys), ટીસીએસ (TCS), વિપ્રો (Wipro), એચસીએલ (HCL), કેપજેમિની (Capgemini), માઇક્રોસોફ્ટ (Microsoft) અને એડોબ (Adobe) જેવી આઠ મોટી આંતરરાષ્ટ્રીય IT કંપનીઓને 'પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન' (PERM) પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી દીધી છે. આ નિર્ણયથી અમેરિકામાં નોકરી કરતા ભારતીય વ્યાવસાયિકો માટે ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં મોટો અવરોધ ઊભો થયો છે.
વિદેશી કામદારો વિઝાનો કરી રહ્યા છે દૂરપયોગ
ટ્રમ્પ વહીવટીતંત્રનો આરોપ છે કે કેટલીક કંપનીઓ વિદેશી કામદારોને નોકરી પર રાખવા માટે વિઝા સિસ્ટમનો દુરુપયોગ કરી રહી છે, જેના કારણે સ્થાનિક અમેરિકન નાગરિકોની રોજગારી પ્રભાવિત થાય છે. આ કાર્યવાહીના પરિણામે ઉપરોક્ત કંપનીઓની તમામ નવી PERM અરજીઓ બ્લોક કરવામાં આવી છે અને અગાઉથી બાકી રહેલી અરજીઓ પર પણ હાલ પૂરતી રોક લગાવી દેવામાં આવી છે.
H-1B વિઝા અને PERM એ બે અલગ પ્રક્રિયાઓ
જો કે, આ નિર્ણયની સીધી અસર માત્ર ગ્રીન કાર્ડ પ્રક્રિયા પર જ પડશે; કર્મચારીઓના હાલના H-1B વિઝા રદ કરવામાં આવ્યા નથી. H-1B વિઝા અને PERM એ બે અલગ પ્રક્રિયાઓ છે. H-1B એ અસ્થાયી રોજગાર માટે છે, જ્યારે PERM એ કાયમી નિવાસ (ગ્રીન કાર્ડ) તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. તેમ છતાં, જો કોઈ કર્મચારીની PERM અરજી હજુ સુધી ફાઇલ નથી થઈ કે પ્રક્રિયામાં છે, તો તેમને લાંબી અનિશ્ચિતતાનો સામનો કરવો પડી શકે છે. ડેમોક્રેટિક સાંસદ પ્રમિલા જયપાલે આ પગલાની આકરીી ટીકા કરી છે અને ચેતવણી આપી છે કે તેનાથી અમેરિકાની ઇનોવેશન ક્ષમતા નબળી પડી શકે છે.
આ પણ વાંચોઃ Donald Trump Nobel Peace Prize: ડોનાલ્ડ ટ્રમ્પે માંગી નોબેલ શાંતિ પુરસ્કારની દાવેદારી, શું આ વખતે મળશે સન્માન?