અમેરિકામાં ભારતીય મૂળના એક ગેરકાયદે ટ્રક ડ્રાઇવરે એક્સીડન્ટ કર્યો હતો. જેના કારણે વિદેશી ડ્રાઇવરો પર પણ ગાળીયો કસવામાં આવ્યો છે. અમેરિકી રાજ્ય કેલિફોર્નિયાએ હજારો વિદેશી નાગરિકોના કોર્મશિયલ ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ કરવાનો નિર્ણય લીધે છે. રાજ્યનું કહેવુ છે કે લાયસન્સ ગેરકાયદે છે. આ પગલાંથી ભારતીય અને ભારતીય મૂળના ડ્રાઇવરો પર અસર પડશે.

ટ્રક ડ્રાઇવરની એક ભૂલ 17,000 વિદેશીઓ પર ભારે પડી

અમેરિકામાં ભારતીય મૂળના એક ગેરકાયદે પ્રવાસીની ભૂલ 17,000 વિદેશીઓ પર ભારે પડી છે. જેમાં હજારો ભારતીય પણ સામેલ છે. ઓગસ્ટમાં ફ્લોરિડામાં ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવરની ભૂલને કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. આ બાદ હવે અમેરિકી રાજ્ય કેલિફોર્નિયાના વિદેશી નાગરિકોને આપવામાં આવેલા 17,000 કોમર્શિયલ ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.

એક અકસ્માત બાદ લાયસન્સની તપાસ શરૂલ કરાઇ હતી

અમેરિકાએ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ચિંતા જતાવી હતી કે આમાંથી કેટલાક લાયસન્સ ગેરકાયદે પ્રવાસીઓના ખોટી રીતે આપવામાં આવ્યા હોઇ શકે છે જે બાદ કેલિફોર્નિયાએ આ પગલું ભર્યુ છે. ભારતીય મૂળના ગેરકાયદેસર પ્રવાસી ચાલકથી દુર્ઘટના ત્યારે થઇ જ્યારે તે યુ-ટર્ન લઇ રહ્યા હતા. આ ઘટના બાદ આખા અમેરિકામાં કોમર્શિયલ ડ્રાઇવિંગ લાયસન્સની તપાસ શરૂ કરવામાં આવી હતી.

ભારતીય અને ભારતીય મૂળના ડ્રાઇવરો પર અસર

જોકે કેલિફોર્નિયા સરકારે અસરગ્રસ્ત સ્થળાંતરિત ડ્રાઇવરોની વિગતો જાહેર કરી નથી,પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે આ પગલાંની અસર સૌથી વધારે ભારતીય અને ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવરો પર પડશે. અમેરિકામાં ભારતીય શીખ સમુદાય પાછલાં એક દશકમાં ટ્રક ડ્રાઇવરોની ભારે અછતને પૂરી કરવામાં મોટી ભૂમિકા નિભાવી હતી. એક રિપોર્ટ પ્રમાણે કેલિફોર્નિયામાં પણ શીખ સમુદાયના ટ્રક ડ્રાઇવરોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

કેમ રદ્દ કરવામાં આવી રહ્યા છે લાયસન્સ?
કેલિફોર્નિયાનાં ગવર્નર ગેવિન ન્યૂસમએ બુધવારે જણાવ્યું કે આ લાઇસન્સ ગેરકાનૂની છે, કારણ કે તેમની સમાપ્ત થવાની તારીખ વધારી દેવામાં આવી છે, પરંતુ જેમને તે જારી કરવામાં આવ્યા હતા તેમનુ અમેરિકા માં રહેવાનું કાનૂની અધિકાર સમાપ્ત થઈ ચૂક્યું છે. કેલિફોર્નિયાના પરિવહન વિભાગ દ્વારા હવે આ લાયસન્સ રદ કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ, ગયા મહિને કેલિફોર્નિયામાં એક અન્ય ભારતીય ગેરકાનૂની ટ્રક ડ્રાઇવરના સંબંધિત અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા, જેના કારણે આ મુદ્દે ચિંતામાં વધારો થયો છે. ગેરકાનૂની ડ્રાઇવરોએ લઈને કેલિફોર્નિયા અને ટ્રમ્પ પ્રશાસન વચ્ચેનો આ મુદ્દો હવે રાજકીય ટકરાવનું રૂપ લઈ ચૂક્યો છે.એક તરફ ટ્રમ્પ પ્રશાસન છે અને બીજી તરફ ડેમોક્રેટો દ્વારા શાસિત કેલિફોર્નિયા સરકાર.

  • Follow us on: