અમેરિકામાં પાંચ જેટલાં આફ્રિકી પ્રવાસીઓન જબરદસ્તી પોતાના દેશ પાછા મોકલવાને મામલે એક અમેરિકી ફેડરલ જજે ટ્રમ્પ પ્રશાસનને જોરદાર ફટકાર લગાવી છે. જજે પ્રશાસન કોર્ટના આદેશને સાઇડ પર કરવાને લઇને અનેક સવાલો ઉભા થયા છે. આ મામલે જજ તાન્યા ચટકને કહ્યુ કે એવુ લાગે છે કે પ્રશાસન ફેડરલ કોર્ટના આ આદેશોને સાઇડ કરવાની કોશિશ કરી રહી છે. જેથી પાંચ આફ્રિકી પ્રવાસીઓને તેમના દેશમાં પાછાં મોકલવામાં આવે.જ્યાં તેમને મોતનો પણ ખતરો છે.


ટ્રમ્પ પ્રશાસને કોર્ટનુ ઉલ્લંઘન કર્યુ

એવામાં આ મામલે ચર્ચાઓએ જોર પકડ્યુ છે ટ્રમ્પ પ્રશાસને આ પાંચ પ્રવાસીઓને સીધા તેમના દેશ મોકલવાની જગ્યાએ પહેલા ઘાના મોકલ્યા. જ્યાંથી ઘાના તેમના મૂળ દેશોમાં પાછાં મોકલી શકે. કોર્ટે આ પ્રવાસીઓને તેમના દેશોમાં પાછાં મોકલવાથી રોકી લીધા છે.કારણ કે ત્યાં તેમના જીવને ખતરો છે.

જજે લગાવી ફટકાર

આપને જણાવી દઇએ કે અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયને જણાવ્યુ કે આ પાંચ માંથી એક વ્યક્તિને તો પહેલેથી જ ઘાનાથી ગામ્બિયા મોકલી દેવામાં આવ્યો છે. જ્યારે અમેરિકી અદાલતે સ્પષ્ટ કહ્યુ હતુ કે, તેને ગામ્બિયા ન મોકલવામાં આવે. હવે આ બાબતે ન્યાય વિભાગના વકીલ એલિયાનિસ પેરેજે કોર્ટમાં દલીલ કરી છે કે ઘાનાએ વાયદો આપ્યો છે કે તે આવુ નહી કરે. પરંતુ તેમણે એમ પણ કહ્યુ છે કે અમેરિકા આ નિર્ણય નથી લઇ શકતી કે ઘાના કોને ક્યાં મોકલશે...

  • Follow us on: