વ્હાઇટ હાઉસ મીટિંગ બાદ અમેરિકાએ પુતિન-ઝેલેન્સ્કીની દ્વિપક્ષીય અને ત્રિપક્ષીય બેઠક માટે વ્યવસ્થા કરવાની શરૂ કરી દીધી છે. એ વચ્ચે એવી જાણકારી સામે આવી રહી છે કે વ્હાઇટ હાઉસે હંગરીની રાજધાની બુડાપેસ્ટમાં અમેરિકા, રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિ વચ્ચે થનારી સંભવિત ત્રિપક્ષીય બેઠકની યોજના બનાવવામાં આવી શકે છે.


હંગરીના બુડાપેસ્ટમાં તૈયારીઓ શરૂ કરી

પોલિટિકો અનુસાર, અમેરિકિ સિક્રેટ સર્વિસ આ શિખર સમ્મેલન માટે હંગરીના બુડાપેસ્ટમાં તૈયારીઓ શરૂ કરી રહ્યા છે. જેનુ નેતૃત્વ વડાપ્રધાન વિક્ટર ઓર્બન કરી રહ્યા છે. ઓર્બનનો એમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેના પહેલા કાર્યકાળથી જ નજીકનો સંબંધ રહેલો છે. આ સિવાય પુતિને રશિયામાં ઝેલેન્સ્કી સાથે એક અંગત બેઠક માટે પણ સુઝાવ આપ્યો છે. તો બીજી તરફ મંગળવારે વ્હાઇટ હાઉસ મીડિયા બ્રીફિંગ દરમિયાન કેરોલિન લેવિટને બુડાપેસ્ટને લઇને પૂછવામાં આવ્યું તો તેમણે ક્હ્યુ કે હું આ સ્થળની પુષ્ટિ કે કોઇ ના પણ નથી પાડી રહી. તેમણે કહ્યુ કે, અનેક વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે તેમણે સંભવિત જગ્યા વિશે વિસ્તૃત જાણકારી આપવા માટે ના પાડી.

બંને રાષ્ટ્રપતિએ વ્યક્ત કરી વાતચીતની ઇચ્છા

લેવિટે મીડિયા બ્રીફિંગ દરમિયાન કહ્યુ કે બંને નેતાઓ એક બીજા સાથે બેઠક કરીને વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને એટલા માટે જ અમારી રાષ્ટ્રીય સુરક્ષા ટીમ બંને દેશોને આવુ કરવામાં મદદ કરશે. લેવિટે ક્હ્યુ કે પુતિન અને ઝેલેન્સ્કીની સાથે દ્વિપક્ષીય બેઠક બાદ ટ્ર્મ્પ સહિત ત્રિપક્ષીય બેઠક થઇ શકે છે. 

  • Follow us on: