અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નાવારો આ દિવસોમાં ભારત વિરુદ્ધ પોતાના બોખલાયેલા નિવેદનોને કારણે સમાચારમાં છે.હવે તેમણે શાંઘાઇ સહયોગ સંગઠન એટલે કે એસસીઓના શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયા અને ચીનના રાષ્ટ્રાદ્યક્ષો સાથે બેઠકની આલોચના કરી છે. નવારોએ મોદીને 'સરમુખત્યારોને ગળે લગાવનાર' તરીકે વર્ણવવામાં આવ્યા બતાવ્યા અને એક શરમજનક પગલું ભર્યુ તેવું કીધુ. નવારોએ એ પણ કહ્યુ કે ભારતને રશિયાની નહીં પરંતુ અમેરિકા, યુરોપ અને યુક્રેનની જરૂરત છે.
નરેન્દ્ર મોદીની બેઠકને શરમજનક ગણાવી
પત્રકારો સાથે વાત કરતા, નવારોએ કહ્યું કે વિશ્વના સૌથી મોટા લોકશાહીના નેતા માટે બે મોટા સરમુખત્યાર સાથે પોતાને જોડવું એ સમજણ બહારનું છે. મોદીને ટૂંક સમયમાં ખ્યાલ આવશે કે તેમણે રશિયા કરતાં અમેરિકા, યુરોપ અને યુક્રેન સાથે ઊભા રહેવું જોઈએ.નવારોનું આ નિવેદન ત્યારે સામે આવ્યુ છે.જ્યારે પીએમ મોદીએ SCO સિવાય ચીન અને રશિયા સાથે મજબૂત સીધા સંબંધો દર્શાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે નવારોએ આ પગલાને 'અત્યંત શરમજનક' ગણાવ્યું અને કહ્યું કે વિશ્વના સૌથી મોટા લોકશાહીના નેતાનું વલણ સમજી શકાય તેવું નથી.










