ઉષ્ણકટિબંધીય વાવાઝોડું ચેન્ટલે અમેરિકાના દક્ષિણપૂર્વ કિનારાની નજીક પહોંચતા કહેર મચાવ્યો હતો. જેના કારણે દક્ષિણ કેરોલિના અને ઉત્તર કેરોલિનાના કેટલાક ભાગોમાં હવામાન વિભાગે ચેતવણી આપી છે. આ વાવાઝોડામાં ભારે વરસાદ થવાની અને જમીન પર પહોંચવાના હોવાથી અચાનક પૂર આવવાનું જોખમ ઊભું થઇ શકે છે. મિયામીમાં નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા અનુસાર, વાવાઝોડા ચેન્ટલ સાથે સંકળાયેલા વરસાદના પ્રવાહો પહેલાથી જ દરિયાકાંઠા તરફ આગળ વધવા લાગ્યા છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે અચાનક પૂરની શક્યતા વધી રહી છે.


ભારે વરસાદની આગાહી

આ સિસ્ટમ આગામી થોડા કલાકોમાં દક્ષિણ કેરોલિનામાં અથડાશે અને દરિયાકાંઠાના વિસ્તારમાં આગળ વધતાં તે ઝડપથી નબળી પડવાની ધારણા છે. આ કારણે, સોમવાર સુધી ઉત્તર કેરોલિનાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. એવો અંદાજ છે કે કુલ 2 થી 4 ઇંચ વરસાદ પડશે. જેના કારણે સ્થાનિક પૂરની શક્યતા વધી ગઈ છે. અમેરિકાના ટેક્સાસમાં અચાનક પૂરમાં ઓછામાં ઓછા 51 લોકો મૃત્યુ થયા છે. જ્યારે 'ઉનાળા શિબિર'માં ભાગ લેતી 27 છોકરીઓ હજુ પણ ગુમ છે. કેર કાઉન્ટીમાં પૂરને કારણે 15 બાળકો સહિત ઓછામાં ઓછા 43 લોકોના મૃત્યુ થયા હતા

ટેક્સાસમાં પૂરને કારણે 51 લોકોના મૃત્યુ

પૂર-સંવેદનશીલ વિસ્તારોમાં વર્ષોથી 'ઉનાળા શિબિરો'નું આયોજન કરવામાં આવે છે, જ્યાં દર વર્ષે હજારો બાળકો આવે છે. હન્ટ વિસ્તારમાં ગુઆડાલુપે નદીના કિનારે 'મિસ્ટિક શિબિર'ની 27 છોકરીઓ ગુમ છે. બચાવ કામગીરીમાં હેલિકોપ્ટર, બોટ અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધીમાં 850 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ગવર્નર ગ્રેગ એબોટે જણાવ્યું હતું કે અધિકારીઓ ચોવીસ કલાક રાહત અને બચાવ કાર્ય ચાલુ રાખશે. સ્થાનિક લોકોનો આરોપ છે કે વહીવટીતંત્રે પૂરની કોઈ પૂર્વ ચેતવણી આપી ન હતી.

  • Follow us on: