NASAએ ત્યાંથી WB-57નું સંચાલન કરે છે. ઘટના બાદ રનવેને અમુક સમય માટે બંધ કર્યો હતો.

પ્લેનની ઇમરજન્સી 'બેલી લેન્ડિંગ'

અમેરિકાના હ્યૂસ્ટન શહેરમાં સ્થિત એલિંગટન એરપોર્ટ પર NASAના રિસર્ચ પ્લેનને વિના લેન્ડિંગ ગિયરના ઇમરજન્સી 'બેલી લેન્ડિંગ' કરવી પડી હતી. આ દરમિયાન વિમાન રનવે પર લપસીને આગળ ધકેલાયુ હતુ. રનવે પર ઘર્ષણ થતા પ્લેનના પાછળના ભાગમાં આગ લાગી હતી. સદ્દનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી. રિપોર્ટ મુજબ પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાતા પાયલટને ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી.

લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં આગ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ દુર્ઘટના મામલે સમાચાર વાયરલ થયા હતા. આ ઘટનામાં પ્લેન રનવે પર લપસ્યુ હતુ. જેના કારણે પ્લેનના પાછળના ભાગમાં આગ લાગી હતી. એલિંગટન એરપોર્ટ પર હાજર ઇમરજન્સી ટીમે તુરંત સ્થિતિ સંભાળી હતી. અને આગ પર કાબૂ મેળવ્યો હતો. હ્યૂસ્ટન એરપોર્ટ પર ઉપસ્થિત અધિકારીઓના કહ્યા પ્રમાણે આ ઘટના સવારે 11 કલાકે થઇ હતી. પ્લેન રનવે 17R–35L પર ઉતર્યુ હતુ.

તમામ ક્રૂ-મેમ્બર સુરક્ષિત

આ NASAનું WB-57 હાઇ-એલ્ટીટ્યુડ રિસર્ચ પ્લેન હતુ. આ પ્રકારના પ્લેન સાઇન્ટિફિક એન્ડ એટમોસ્ફેરિક રિસર્ચ મિશન્સ માટે ઉપયોગમાં લેવાય છે. પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. જેના કારણે તેનું લેન્ડિંગ ગિયર કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. આ જ કારણે પાયલટે પ્લેનનું પેંડા વિના ઇમરજન્સી લેન્ડિંગ કર્યુ હતુ. અને આગ લાગી હતી. NASAના જણાવ્યા પ્રમાણે પ્લેનમાં હાજર તમામ ક્રૂ-મેમ્બર સુરક્ષિત છે. કોઇને જાનહાનિ થઇ નથી.

આ પણ વાંચોઃ  દુનિયાનો સૌથી અમીર દેશ કંગાળી તરફ, જનતા પાસે માગી રહ્યુ છે મદદ, જાણો શું છે કારણ?

  • Follow us on: