અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને નોબેલ પ્રાઇઝ જોઇએ છે. જેને લઇને ટ્રમ્પ દાવો કર્યો છે કે, તેઓએ વિવિધ દેશો વચ્ચે શાંતિ વાર્તા કરી છે. અને યુદ્ધ વિરામ માટે પણ તેઓએ પહેલ કરી હોવાનું જણાવ્યુ છે. ઇઝરાયલ, પાકિસ્તાન, આર્મેનિયા, કંબોડિયા જેવા દેશ ડૉનાલ્ડ ટ્રમ્પ માટે અવાજ પણ ઉઠાવી ચુક્યા છે. પરંતુ ભારતે આ મામલે કોઇ પ્રતિક્રિયા આપી નથી.
ટ્રમ્પનું બેવડું વલણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની બેવડી નીતિઓ દુનિયાભરમાં જાણીતી છે. અમેરિકા ઇચ્છે છે કે, ભારત રશિયા પાસેથી તેલની ખરીદી ન કરે. અને પોતે અમેરિકા રશિયા સાથે વેપાર સંબંધ મજબૂત કરવા માટે આગળ આવ્યુ છે. બારત પર ટેરિફ વધારવા મામલે ટ્રમ્પને રશિયાને જ જવાબદાર ઠેરવ્યુ છે. પરંતુ રશિયા પાસેથી મોટી માત્રામાં તેલ ખરીદનાર તુર્કીયે અને ચીન પર અમેરિકાએ ઓછુ ટેરિફ લગાવ્યુ છે. તેલ ખરીદી મામલે ટ્રમ્પનું બેવડું વલણ સામે આવ્યુ છે. પરંતુ યુદ્ધ બાબતે પણ તેમના બે મોઢાંના શબ્દો દુનિયાએ સાંભળ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે, જે દેશમાં યુદ્ધ થયા છે. ત્યાં તેઓએ યુદ્ધ વિરામ કરાવ્યો છે. જેના માટે તેઓએ પોતાને નોબેલ પ્રાઇઝના દાવેદાર ગણાવ્યા છે. અને આ બધાની વચ્ચે તેઓ રશિયાને યુદ્ધ મામલે ધમકીઓ પણ આપે છે. અમેરિકામાં પાકિસ્તાન સેના પ્રમુખ અસીમ મુનીરે સંબોધન કર્યુ હતુ. અને ભારતને ધમકીઓ આપી હતી. 'ઓપરેશન સિંદૂર' બાદ જે રીતે અમેરિકાએ પાકિસ્તાન સાથે મિત્રતા વધારી છે. તે જોતા કહેવું મુશ્કેલ છે કે, તેઓ શાંતિ સ્થાપવાના પક્ષમાં છે.
નીતિ-નિયમો ચર્ચાનો વિષય
ડૉનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનના સેના પ્રમુખને વારંવાર પોતાના દેશમાં બોલાવી રહ્યા છે. 'ઓપરેશન સિંદૂર' બાદ અસીમ મુનીર બે વાર અમેરિકાના પ્રવાસે જઇ ચુક્યા છે. ટ્રમ્પે જ્યારથી રાષ્ટ્રપતિ પદ માટેની સત્તા સંભાળી છે. ત્યારથી તેઓ પોતાની નીતિઓ અને નિયમો માટે ચર્ચાનો વિષય બન્યા છે. અને વર્તમાન સમયમાં તેઓ જે રીતે નોબેલ પ્રાઇઝ માટે પ્રયત્ન કરી રહ્યા છે. તે જોઇને એવું લાગે છે કે તેઓ નોબેલ પ્રાઇઝ લઇને જ રહેશે. ટ્રમ્પે દાવો કર્યો છે કે, તેઓએ ઇરાન-ઇઝરાયલ, થાઇલેન્ડ-કંબોડિયા. અઝરબૈજાન-આર્મેનિયા વચ્ચે તેઓે યુદ્ધ વિરામ કરાવ્યો છે. તો સાથે જ તેમણે કહ્યુ હતુ કે, ભારત-પાકિસ્તાન વચ્ચે પણ તેઓએ યુદ્ધ વિરામ કરાવ્યો છે. પરંતુ આ દાવાને પાકિસ્તાને તો સ્વીકાર્યો છે પરંતુ ભારતે અમાન્ય કર્યો છે.