પાકિસ્તાનની મીડિયાએ જણાવ્યુ હતુ કે, ડૉનાલ્ડ ટ્રમ્પ સપ્ટેમ્બર મહિનામાં ઇસ્લામાબાદની મુલાકાતે આવશે. પરંતુ હકીકત એ છે કે, બ્રિટેનના મહારાનીના નિમંત્રણ પર ટ્રમ્પ સપ્ટેમ્બર મહિનામાં યૂકેનો પ્રવાસ કરશે. પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો કે, આસિમ મુનીરને આવકાર આપ્યા બાદ, હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ઇસ્લામાબાદ આવશે. પરંતુ પાડોશી દેશનો આ દાવો ખોટો સાબિત થયો હતો.


યૂકે પ્રવાસે ટ્રમ્પ દંપત્તિ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના શેડ્યુઅલ મુજબ તેઓ 17 થી 19 સપ્ટેમ્બરની વચ્ચે બ્રિટનના પ્રવાસે જશે. આ પાકિસ્તાન પ્રવાસ નથી. વ્હાઇટ હાઉસ તરફથી આ મામલે હજુ સુધી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યુ નથી. આ પહેલા વર્ષ 2006માં રાષ્ટ્રપતિ જોર્જ બુશે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. પરંતુ હાલમાં સત્ય એ છે કે, ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા યૂકેનો પ્રવાસ કરશે. જ્યાં કિંગ ચાલ્સ તૃત્તીય અને રાની કૈમિલા વિંડસર કૈસલમાં તેમનું સ્વાગત કરશે. રાની કૈમિલાએ ટ્રમ્પ પ્રવાસ મામલે સ્પષ્ટતા કરી હતી.

પાકિસ્તાને ટ્રમ્પના નામની કરી ભલામણ

આતંકને શરણ આપનારા પાકિસ્તાનમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ છેલ્લા 19 વર્ષથી કોઇ પ્રવાસ કર્યો નથી. ગયા મહિને ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીરની મહેમાનગતિ કરી હતી. જે બાદ પાકિસ્તાને વર્ષ 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પના નામની ભલામણ કરી હતી. આ પ્રથમવાર નથી જ્યારે પાકિસ્તાની સેનાએ ખોટી માહિતી ફેલાવી હોય. ભારત-પાકિસ્તાન વચ્ચેના ઓપરેશન સિંદૂર મામલે પણ પાકિસ્તાને વિવિધ પાયાવિહોણી વાતો ફેલાવી હતી.

  • Follow us on: