Donald Trumpના કારણે તે અમેરિકામાં વાયરલ થઇ હતી. શી જિંનપિંગની પુત્રીએ પોતાની ઓળખ છુપાવી હતી.

ટેરિફ વિવાદની વચ્ચે મુલાકાતનો દૌર

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ સમયે દુનિયાભરમાં ટ્રેડિંગ છે. તેઓએ ટેરિફ વિવાદની વચ્ચે પ્રથમ વખત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન આ બન્ને નેતાઓના વ્યક્તિત્વ વિશે મીડિયામાં ખૂબ અવલોકન કરવામાં આવ્યુ હતુ. ટ્રમ્પ ટેરિફની સાથે તેમના એક નિર્ણયને કારણે પણ ચર્ચામાં આવ્યા હતા. આ નિર્ણયના કારણે શી જિનપિંગની પુત્રી પણ ચર્ચામાં આવી હતી.

જિનપિંગની એકમાત્ર સંતાન

શઈ જિનપિંગની પુત્રીનું નામ શી મિંગ્ઝે છે. જે તેઓની બીજી પત્ત્ની લોક ગાયિકા પેંગ લિયુઆનની સંતાન છે. શી મિંગ્ઝે એવા લોકોની શ્રેણીમાં આવે છે કે જેઓએ પોતાનું જીવન ગુપ્ત રાખ્યુ છે. પરંતુ તેમની સાથે જોડાયેલી કેટલક વાતો જાહેર પણ થઇ છે. 25 જૂન 1992ના રોજ ચીનના ફુઝોઉ શહેરમાં પેદા થયેલી શી મિંગ્ઝે, જિનપિંગની એકમાત્ર સંતાન છે. તેઓ ચીનમાં રહેતા અને ફ્રેંચ ભાષા બોલતા હતા.

ટ્રમ્પે વીઝાની નીતિઓ સખ્ત કરી

શી મિંગ્ઝેએ 2010માં અમેરિકાના પ્રખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમીશન લીધુ હતુ. જ્યાં તેમની ઓળખ તમામ લોકોથી છુપાવવામાં આવી હતી. માત્ર અંગત મિત્રો અને પ્રોફેરર્સને જ શી મિંગ્ઝે વિશે ખબર હતી. શી મિંગ્ઝે અહીં મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. અમેરિકામાં ચીની વિદ્યાર્થીઓ મામલે ડોનાલ્ડ ટ્રમ્પે વીઝાની નીતિઓ સખ્ત કરી હતી. ત્યારે જિનપિંગની પુત્રી મામલે ઘણી ચર્ચાઓ થઇ રહી હતી. એ સમયે વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યુ હતુ કે્ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્ત્વમાં અમેરિકા વિદેશ વિભાગ અને હોમલેન્ડ સુરક્ષા વિભાગ મળીને ચીની વિદ્યાર્થીઓના વીઝા મામલે સખ્ત નીતિઓ લાવશે. 

  • Follow us on: