અધિકારીઓએ જણાવ્યુ છે કે, જો સ્થિતિ અનુકૂળ નહી રહે તે 86 વર્ષીય અલી ખામેનેઇને રશિયા મોકલવામાં આવશે.

હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે તૈયારીઓ

નિકોલસ માદુરોની ધરપકડ બાદ તેહરાનમાં સત્તા પરિવર્તનની ચર્ચાએ જોર પકડ્યુ છે. વોશિંગ્ટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ આ મામલે નિવેદન પણ આપ્યુ છે. વ્હાઇટ હાઉસ સાથે જોડાયેલી એક પેજ પર ફારસી ભાષામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ તરફ, ઇરાને હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે તૈયારીઓ શરુ કરી છે. ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઇ રશિયાની રાજધાની મોસ્કોમાં શિફ્ટ થઇ શકે છે. 86 વર્ષીય ખામેનેઇ હાલમાં તેહરાનમાં સ્થિત છે.

અમેરિકા ઇરાનમાં પ્રવેશ કરવાની ફિરાકમાં

ઇરાનમાં 27 ડિસેમ્બર 2025થી મોંઘવારીના વિરુદ્ધમાં પ્રદર્શનો થઇ રહ્યા છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, સરકાર મોંઘવારીને રોકવા માટે કોઇ પગલા નથી લઇ રહી. આ પ્રદર્શનની આડમાં અમેરિકા ઇરાનમાં પ્રવેશ કરવાની ફિરાકમાં છે. આ હિંસક પ્રદર્શનમાં 16 લોકોએ જીવ ગુમાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે, આ વિરોધ અમે જોઇ શકતા નથી. અમેરિકાના કેટલાક સૈનિકો ઇરાનમાં ઉતારવામાં આવ્યા છે. અને અમેરિકાની આ ધમકી બાદ ઇરાન સતર્ક છે.

વિરોધ પ્રદર્શનોને નિયંત્રિત કરવાની પદ્ધતિ બદલાઈ

ઈરાની સરકાર સીધા વિરોધીઓ પર હુમલો કરતી હતી, જેના વીડિયો વાયરલ થયા હતા. આ વીડિયો દ્વારા જ ટ્રમ્પે ઈરાન પર આક્રમણ કરવાની ધમકી આપી હતી. હવે, ઈરાની સરકારે લક્ષિત હુમલાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, એટલે કે આ વિરોધીઓને પસંદગીપૂર્વક ખતમ કરવામાં આવશે. ઈરાને ગુપ્ત માહિતીના આધારે લક્ષિત હુમલાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પની ધમકી બાદ, ઈરાને રાષ્ટ્રીય સંસદની સંરક્ષણ સમિતિની બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે. આ બેઠક ગુપ્તચર એજન્સીની કાર્યવાહીનું વિશ્લેષણ કરશે.

આ પણ વાંચોઃ America Vice President JD Vance Firing News: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વાન્સના નિવાસસ્થાને ફાયરિંગ, શંકાસ્પદ વ્યક્તિની અટકાયત