વેનેઝુએલાના ઉત્તર-મધ્ય ભાગમાં આવેલા બે ઉપરાઉપરી પ્રચંડ ભૂકંપે સમગ્ર દેશમાં જે વિનાશ વેર્યો છે, તેના હૃદયકંપાવનારા દ્રશ્યો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રિક્ટર સ્કેલ પર પ્રથમ 7.1 ની તીવ્રતાનો આંચકો આવ્યાના ગણતરીની 39 સેકન્ડમાં જ 7.5 ની તીવ્રતાનો બીજો અત્યંત શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો હતો, જેનું કેન્દ્રબિંદુ યુમારે પાસે હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પાંચ અલગ-અલગ વીડિયોમાં કુદરતનો એવો તાંડવ જોવા મળી રહ્યો છે જે જોઈને કોઈ પણ કાંપી ઉઠે.

વિશાળ બહુમાળી ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી 

વાયરલ થઈ રહેલા પ્રથમ વીડિયોમાં એક વિશાળ બહુમાળી ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થતી જોવા મળે છે, જેના કારણે આખો વિસ્તાર ધૂળના ગોટાથી ઢંકાઈ જાય છે અને લોકો પોતાના પાલતુ પ્રાણીઓને બચાવવા દોડતા દેખાય છે. 

https://twitter.com/ComunasMed/status/2069931414229815699 

રસ્તાઓ ક્રોંક્રિટ અને લોખંડના સળિયાના કાટમાળથી ભરાયેલા

બીજા વીડિયોમાં રસ્તાઓ ક્રોંક્રિટ અને લોખંડના સળિયાના કાટમાળથી ભરાયેલા નજરે પડે છે. 

https://twitter.com/ComunasMed/status/2069930289640382513 

સડકો પર ભારે અફરાતફરી

ત્રીજા અને ચોથા વીડિયોમાં રાજધાની કારાકાસની સડકો પર ભારે અફરાતફરી, ધુમાડાની વચ્ચે ઘાયલોને બચાવતા લોકો અને કાટમાળ નીચે ફસાયેલા જીવતા લોકોને શોધતા ઈમરજન્સી કર્મચારીઓ જોઈ શકાય છે. 

https://twitter.com/AZ_Intel_/status/2069918854365487490 


સ્થિતિ નાજુક 

પાંચમા વીડિયોમાં બચાવ ટુકડીઓ જે રીતે કાટમાળ હટાવી રહી છે તે દર્શાવે છે કે સ્થિતિ કેટલી નાજુક છે. આ વિનાશક ભૂકંપની અસર માત્ર વેનેઝુએલા પૂરતી સીમિત નહોતી, પાડોશી દેશ કોલંબિયાની રાજધાની બોગોટા સુધી પણ તેજ કંપન અનુભવાયું હતું. વાલેન્સિયા અને લા ગ્વાયરા જેવા શહેરોમાં પણ હોટલો અને સરકારી ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે. દેશમાં વીજળી અને ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે, જ્યારે મેક્વેટિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સ રોકી દેવાઈ છે.  

https://twitter.com/AlbertoRodNews/status/2069957662373003520 

આફ્ટરશોક્સને કારણે વહીવટી તંત્રએ કટોકટી જાહેર કરી

સતત આવી રહેલા આફ્ટરશોક્સને કારણે વહીવટી તંત્રએ કટોકટી જાહેર કરી લોકોને ખુલ્લા મેદાનમાં રહેવા અપીલ કરી છે. નિષ્ણાતોના મતે આ મહાઆપત્તિમાં મરણઆંક ૧૦,૦૦૦ ને પાર થવાની ભયાનક આશંકા છે.