વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક અનેક ભારતીય પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી ગઈ. ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.કુલ 36 લોકો સવાર હતા જેમાંથી 15ના મોત થયા છે અન્ય 2 લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.
ફૂ ક્વોક દ્રીપ પાસે બોટ પલટી
આ દુ:ખદ ઘટના બાદ, સ્થાનિક વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. વિયેતનામમાં ભારતીય મિશન સ્થાનિક સરકાર સાથે સતત સંપર્કમાં છે જેથી અકસ્માત સંબંધિત તમામ માહિતી તાત્કાલિક મળે. ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા માટે શોધ કામગીરી ચાલી રહી છે, અને ભારતીય અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
32 ભારતીયો હતા બોટમાં સવાર
મળતી માહિતી અનુસાર 32 ભારતીય પ્રવાસીઓ બોટમાં હતા જેમાંથી 18 લોકોને બચાવી લેવાયા છે જ્યારે અન્ય લોકોને બચાવવા માટે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. અકસ્માતના સમાચાર મળતાં, વિયેતનામમાં ભારતીય મિશનએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા ઘટનાની પુષ્ટિ કરી. મિશનએ જણાવ્યું હતું કે આ એક ખૂબ જ દુ:ખદ ઘટનામાં, થોડા કલાકો પહેલા વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક અનેક ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક હોડી પલટી ગઈ હતી. અકસ્માતની ચોક્કસ વિગતો મેળવવામાં આવી રહી છે, અને સ્થાનિક અધિકારીઓ દ્વારા હાલમાં શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે."
https://www.instagram.com/reels/DapjsCCjRKS/
હેલ્પ લાઇન નંબર જાહેર
અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા અને માહિતી પૂરી પાડવા માટે હો ચી મિન્હ સિટીમાં ભારતના કોન્સ્યુલેટ જનરલમાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. લોકો નીચેના નંબરો પર સંપર્ક કરી શકે છે:
+84 36 281 7930
+84 91 552 37 14
+84 33 452 0414
વધુમાં, હનોઈમાં હેલ્પલાઇન નંબર +84 91 308 9165 સાથે એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. મિશનએ જણાવ્યું છે કે તે કોઈપણ સમયે મદદ કરવા અથવા પૂછપરછનો જવાબ આપવા માટે તૈયાર છે.
શું કહે છે બોટના માલિક ?
ફુ ક્વોક સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બપોરે 1:00 વાગ્યે, ઓશન પિયર આઇલેન્ડ કંપનીની એક સ્પીડબોટ હોન થોમ રૂટથી ફુ ક્વોક એરપોર્ટથી 25 કિલોમીટર દૂર આવેલા એન થોઇ બંદર પર પ્રવાસીઓને લઈ જઈ રહી હતી, ત્યારે તે હોન થોમ ન્ગોઇથી આશરે 499 મીટર દૂર પલટી ગઈ. તેમાં સવાર તમામ લોકો દરિયામાં પડી ગયા. પલટી ગયેલી બોટ જોઈને, નજીકના પ્રવાસી જહાજો મદદ માટે દોડી આવ્યા.
બચાવ કામગીરીમાં સામેલ એક બોટના માલિકે જણાવ્યું કે તેમનું જહાજ પાંચ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગયું હતું, પરંતુ લોકો બોટની અંદર ફસાયેલા હોવાથી બચાવ કાર્ય જટિલ હતું. તેમણે જણાવ્યું કે પીડિતોમાંથી બહુ ઓછા લોકોને ભાન આવ્યું. જોકે આ વિસ્તારમાં વરસાદ ન હતો, પરંતુ દરિયાના મોજા તોફાની હતા. આસપાસમાં પ્રવાસી બોટ કાર્યરત હતી. એન થોઈ બોર્ડર ગાર્ડે 35 અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બે જહાજો સ્થળ પર તૈનાત કર્યા. તેઓ બચાવ કાર્યમાં નૌકાદળ, કોસ્ટ ગાર્ડ અને અન્ય સંબંધિત દળો સાથે જોડાયા. બપોર સુધીમાં, સ્પીડબોટ પર સવાર તમામ 36 લોકોને કિનારે લાવવામાં આવ્યા. એકવીસ લોકો બચી ગયા, જ્યારે બે મહિલાઓ અને 13 પુરુષો સહિત 15 અન્ય લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ.
