ફિફા વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં સ્પેન સામે મળેલી 1-0 થી હાર આર્જેન્ટિનાના ચાહકો અને ખેલાડીઓ માટે પચાવવી મુશ્કેલ બની ગઈ છે. આ હાર બાદ આર્જેન્ટિનામાં તણાવનું વાતાવરણ સર્જાયું છે અને રાજધાની બ્યુનોસ એરેસમાં હિંસક રમખાણો ફાટી નીકળ્યા છે. લિયોનેલ મેસ્સીના કરિયરના આ છેલ્લા વર્લ્ડ કપમાં ટ્રોફી ચૂકી જવાથી નિરાશ થયેલા હજારો ચાહકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઓબેલિસ્ક વિસ્તારમાં ચાહકો અને પોલીસ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી, જેમાં ભીડ દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને અનેક સ્થળોએ આગજનીની ઘટનાઓ પણ સામે આવી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે દબાણનો ઉપયોગ કરવો પડ્યો હતો, જેના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

બંને દેશના ખેલાડીઓ વચ્ચે મારામારી થઇ

હિંસાની આ આગ માત્ર રસ્તાઓ સુધી જ સીમિત ન રહી, પરંતુ મેદાન પર પણ જોવા મળી હતી. મેચ પૂર્ણ થયા બાદ સ્પેનિશ અને આર્જેન્ટિનાના ખેલાડીઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આર્જેન્ટિનાના મિડફિલ્ડર લીએન્ડ્રો પેરેડેસ મેદાન પર પોતાનો સંયમ ગુમાવી બેઠા હતા અને તેમણે સ્પેનિશ ખેલાડીઓ સાથે ઝઘડો કર્યો હતો. એટલું જ નહીં, ડિફેન્ડર નાહુએલ મોલિનાએ સ્પેનિશ ખેલાડીને પેટમાં મુક્કો માર્યો હતો, જ્યારે પેરેડેસે એરિક ગાર્સિયાને ગળાથી પકડીને ધક્કો માર્યો હતો. સ્થિતિ વધુ વણસે તે પહેલાં આર્જેન્ટિનાના મુખ્ય કોચ સ્કેલોનીએ વચ્ચે પડીને મામલો થાળે પાડવો પડ્યો હતો.
https://twitter.com/nexta_tv/status/2079074161197273118

હાર બાદ ખેલાડીઓનું અસભ્ય વર્તન

વિવાદનો વધુ એક વળાંક ત્યારે આવ્યો જ્યારે મેડલ સમારંભ દરમિયાન આર્જેન્ટિનાના ખેલાડીઓએ રમતગમતની ભાવનાની વિરુદ્ધ વર્તન કર્યું હતું. જ્યારે સ્પેનિશ ખેલાડીઓ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે વર્લ્ડ કપ ટ્રોફી અને મેડલ સ્વીકારી રહ્યા હતા, ત્યારે આર્જેન્ટિનાના તમામ ખેલાડીઓ સ્ટેજની સામે પીઠ ફેરવીને ઉભા રહી ગયા હતા. આ અસભ્ય વર્તન અંગે ઈંગ્લેન્ડના દિગ્ગજ સ્ટુઅર્ટ પીયરસે આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, આર્જેન્ટિનાની ટીમ દ્વારા કરવામાં આવેલું આ કૃત્ય અત્યંત શરમજનક છે અને તે રમતગમતના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
https://twitter.com/ar2_mx/status/2079050733228371971

એક તરફ જીત અને બીજી તરફ હિંસા

આ ઘટનાઓએ ફૂટબોલ વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. એક તરફ જ્યાં સ્પેન પોતાની જીતનો જશ્ન મનાવી રહ્યું છે, ત્યાં બીજી તરફ આર્જેન્ટિનામાં હારના કારણે સર્જાયેલી અરાજકતા અને ખેલાડીઓના અસભ્ય વ્યવહારને કારણે આ વર્લ્ડ કપ લાંબા સમય સુધી વિવાદો માટે યાદ રાખવામાં આવશે.

આ પણ વાંચોઃ FIFA World Cup 2026 : ટ્ર્મ્પે સ્પેનની જીતને યુએસની જીત ગણાવી, કહ્યુ કે હવેનો વર્લ્ડ કપ અમેરિકામાં રમાય