અમેરિકામાં એક એવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને “આવો બોસ દરેકને મળે” એવું મન થઇ જશે. એક અમેરિકન કંપની જ્યારે દિગ્ગજ ઉદ્યોગસમૂહ ઇટનને વેચાઈ, ત્યારે કર્મચારીઓમાં અનિશ્ચિતતા હતી કે હવે નોકરીનું શું થશે. પરંતુ આ વેચાણ કર્મચારીઓ માટે આશીર્વાદ સાબિત થયું.


વફાદારીનું ઇનામ

એક અહેવાલ મુજબ, કંપના CEOએ કંપનીના વેચાણ સમયે એક સ્પષ્ટ શરત મૂકી હતી કે કર્મચારીઓને વેચાણની રકમમાંથી સીધો હિસ્સો મળશે. તેમના જણાવ્યા અનુસાર, કંપનીના મુશ્કેલ સમયમાં કર્મચારીઓએ જે વફાદારી અને સમર્પણ બતાવ્યું હતું, તેનું વળતર આપવું જરૂરી હતું.

રૂ. 2,000 કરોડ બોનસ

આ નિર્ણય અંતર્ગત કુલ મળીને લગભગ રૂ. 2,000 કરોડ (લગભગ 250 મિલિયન ડોલર) જેટલું બોનસ કર્મચારીઓમાં વહેંચવામાં આવ્યું. સરેરાશ રીતે દરેક કર્મચારીને આશરે 4.43 લાખ ડોલર, એટલે કે અંદાજે રૂ. 3.7 કરોડનું બોનસ મળ્યું. આ રકમ એકસાથે આપવામાં આવતી નથી, પરંતુ પાંચ વર્ષના ગાળામાં ચૂકવાશે, શરત એ છે કે કર્મચારી કંપનીમાં જોડાયેલો રહે. બોનસની ચુકવણી જૂન 2025થી શરૂ થઈ ગઈ છે.

બોનસથી જીવન ચમક્યું

આ બોનસે અનેક કર્મચારીઓનું જીવન બદલાઈ નાખ્યું. એક મહિલા કર્મચારી, જે 1995થી કંપનીમાં કામ કરે છે અને એક સમયે પ્રતિ કલાક માત્ર 5.35 ડોલર કમાતી હતી, તેણે આ બોનસથી પોતાનું મોર્ટગેજ ચૂકવી દીધું અને એક કપડાંનું બૂટિક શરૂ કર્યું. તેના કહેવા મુજબ, તે અગાઉ પગારથી પગાર સુધી જીવન પસાર કરતી હતી, જ્યારે હવે આર્થિક સ્થિરતા મળી છે.

રકમનો ઉપયોગ દેવા ચૂકવવા

અન્ય કર્મચારીઓએ આ રકમનો ઉપયોગ દેવા ચૂકવવા, નવી કાર ખરીદવા, બાળકોની કોલેજ ફી ભરવા, નિવૃત્તિ ભંડોળ મજબૂત કરવા અથવા પરિવાર સાથે પ્રવાસ કરવા માટે કર્યો છે. શરૂઆતમાં ઘણા કર્મચારીઓને આ વાત સાચી લાગતી નહોતી. કેટલાકને લાગ્યું કે કદાચ આ મજાક છે, તો કેટલાક ભાવુક થઈ ગયા. CEOએ આ અંગે કહ્યું કે, “કેટલાક લોકોએ તો પૈસા મળતાં જ ખર્ચી નાખ્યા. પરંતુ અંતે, એ તેમના પૈસા છે અને શું કરવું તે તેમનો નિર્ણય છે.”

કંપનની સ્ટોરી 

કંપનની કહાની સંઘર્ષ અને પુનરાગમનની છે. કંપનીની સ્થાપના 1982માં ગ્રેહામના પિતા ક્લાઉડ વોકરે કરી હતી. 1998માં ફેક્ટરીમાં ભયાનક આગ લાગી હતી, છતાં કર્મચારીઓના પગાર બંધ કરાયા નહોતા. ડોટ-કોમ બબલ દરમિયાન છટણી થઈ, પરંતુ બાદમાં CEO અને તેમના ભાઈએ કંપનીનો કાબુ સંભાળી દેવું ચૂકવ્યું અને નવો વિભાગ શરૂ કર્યો, જેના કારણે વેચાણમાં 400 ટકાનો વધારો થયો

આ પણ વાંચો : World : ઓપરેશન સિંદૂરનો ભય, પાકિસ્તાને LoC પર કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ્સ કરી તૈનાત


  • Follow us on: