દુનિયાના સૌથી મોટા દેશ રશિયાએ મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી અમેરિકી કંપની મેટાને મોટો ઝટકો મળશે. રશિયાએ મેટાની સૌથી જાણીતા પ્લેફોર્મ્સમાંથી એક વોટસએપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રશિયામાં વોટસએપ પર પુરી રીતે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણયની પુષ્ટી કરતા મોસ્કોએ જણાવ્યું કે મેટા કંપની રશિયન કાયદાનું પાલન કરી રહી નહતી.


નાગરિકો વોટસએપ સિવાય આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે

રશિયન પ્રવક્તાએ કહ્યું કે મેટાએ કાયદાનું પાલન કર્યું નથી, તેથી પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. તેમને લોકોને સ્થાનિક પ્લેટફોર્મ MAXનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો છે. તમને જણાવી દઈએ MAX પ્લેટફોર્મ એક રાષ્ટ્રીય મેસેન્જર એપ છે, તેથી આ નાગરિકો માટે સારો વિકલ્પ છે. જો કે આલોચકોનું કહેવું છે કે આ એપ દ્વારા યુઝર્સ પર નજર રાખવામાં આવી શકે છે. ત્યારે અધિકારીઓનો દાવો છે કે આ પ્લેટફોર્મ સરકારી કામોને એક જગ્યા પર કરવામાં મદદ કરે છે.

વોટસએપ કાયદાનું કરી રહ્યું હતું ઉલ્લંઘન

રશિયા તરફથી આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે યુક્રેન યુદ્ધને લઈ અમેરિકા રશિયા પર સતત દબાણ વધારી રહી છે. રશિયા પોતાના કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરવાની દિશામાં ઝડપથી કામ કરી રહ્યું છે. વોટસએપ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ આ ક્રમનો ભાગ માનવામાં આવી રહ્યો છે. રશિયા સતત વિદેશી ટેક કંપનીઓ પર દબાણ વધારી રહ્યું છે કે તે મોસ્કોના કાયદાનું પાલન કરે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રશિયામાં વોટસએપ અને અન્ય વિદેશી મેસેન્જર સેવા આપનારી એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. રશિયન કોર્ટે પહેલા પણ વોટસએપ પર તેમના પ્લેટફોર્મ પરથી પ્રતિબંધિત કન્ટેન્ટ ન હટાવવાને લઈ મોટો દંડ ફટકાર્યો હતો.  

આ પણ વાંચો : Bangladesh Election Result 2026: બાંગ્લાદેશની ચૂંટણી બાદ Mhammad Yunus શું કરશે, કેમ તેજ થઇ અટકળો?


  • Follow us on: