અમેરિકાના સૈનિકો મામલે રિપોર્ટ જાહેર કરાઇ છે. જેમાં તેઓ આર્મી બેઝ છોડી રહ્યા હોવાનું સામે આવ્યુ છે.
મિલિટ્રી બેઝ થયા ખાલી !
યુદ્ધ શુરુ થયા પહેલા આરબમાં ઉપસ્થિતિ તમામ અમેરિકી બેઝ પર 40 હજારથી વધુ અમેરિકી સૈનિકો તૈનાત હતા. પરંતુ હવે તેમાંથી મોટાભાગના મિલિટ્રી બેઝમાંથી નિકળી ગયા છે. અને સુરક્ષિત સ્થળો પર છુપાયા છે. ઇરાનના ડ્રોન હુમલાઓ અને બૈલિસ્ટિક એક્શનમાં અમેરિકાને મોટા પાયે નુકસાન થયુ છે. અને તેમના ઘાતક હથિયારો પણ તબાહ થયા છે. આ યુદ્ધમાં અમેરિકાના હમણા સુધી 12 MQ-9 રીપર ડ્રોન, 7 KC-135 ટેંકર એયરક્રાફ્ટ, 3 F-15 ઇગલ, 1 F-35 લડાકુ વિમાન, 1 F-18 ફાઇટર જેટ અને બ્લૈક હોક હેલિકોપ્ટર પણ બરબાદ થઇ ચુક્યા છે.
ખાડીના હોટલ માલિકોને ઇરાનની અપીલ
ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પોસ્ટ કર્યુ છે કે, અરાઘચીએ કહ્યુ છે કે, અમેરિકામાં સૈનિકોને હોટલ નહી આપવામાં આવે. તેઓએ અપીલ કરતા કહ્યુ હતુ કે, તેઓ અમેરિકાના સૈનિકોને હોટેલના રૂમ નહી આપે. તો આ તરફ અમેરિકા નથી ઇચ્છતુ કે તેના સૈનિકો ઠાર મરાય. તેથી તે આર્મી બેઝ ખાલી કરાવી રહ્યુ છે. અમેરિકા સાથેના યુદ્ધમાં ઇરાને હમણા સુધી અમેરિકાના 15 સૈનિકો ઠાર માર્યા છે. અને 200 સૈનિકો ઘાયલ થયા છે.
અમેરિકાના મુખ્ય સ્થળો પર હુમલો
ઇરાને યુદ્ધમાં એ જ સ્થળોને નિશાન બનાવ્યુ છે જ્યાં અમેરિકાની મુખ્ય ગતિવિધિઓ હાથ ધરાતી હોય છે. યુએઇ પર સૌથી વધુ અટેક કરવામાં આવ્યા છે. જે બાદ કુવૈત, સાઉદી, કતર અને બહરીન પર હુમલા કરાયા હતા. ઇરાને યુએઇ પર ઓછામાં ઓછા 2 હજાર મિસાઇલ અને ડ્રોન હુમલાઓ કર્યા છે. કુવૈત પર આ રીતે લગભગ 1200 હુમલાઓ કરાયા છે. કતાર ડ્રોન અને મિસાઇલ દ્વારા 400 જેટલા હુમલાઓ કરાયા હતા.
આ પણ વાંચોઃ Nepalમાં balendra shahએ 47મા વડાપ્રધાન તરીકે લીધા શપથ, PM Modiએ આપ્યા અભિનંદન
