ટ્રંપે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર પોસ્ટ કરીને જર્મનીના ચાન્સેલર Friedrich Merz પર નિશાન સાધ્યું.

મર્જના નિવેદન પર ટ્રમ્પની પ્રતિક્રિયા

ટ્રંપે આરોપ લગાવ્યો કે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જનું માનવું છે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર હોવું યોગ્ય છે, જેને તેમણે સંપૂર્ણપણે ખોટું ગણાવ્યું. તેમણે કહ્યું કે જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે તો આખી દુનિયા બંધક બની શકે છે.

જર્મની દરેક મોરચે નબળી : ટ્રમ્પે

ડોનાલ્ડ ટ્રંપ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે ઈરાન મુદ્દે તેઓ હાલમાં એવી કાર્યવાહી કરી રહ્યા છે, જે અન્ય દેશો અથવા પૂર્વ રાષ્ટ્રપતિઓએ પહેલેથી કરી લેવી જોઈએ હતી. સાથે જ તેમણે જર્મનીની આર્થિક સ્થિતિ પર પણ સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે દેશ દરેક મોરચે નબળું પ્રદર્શન કરી રહ્યો છે.

ચાન્સેલર મર્જે શું કહ્યું હતું?

હકીકતમાં, જર્મનીના ચાન્સેલરે સોમવારે આપેલા નિવેદનમાં કહ્યું હતું કે અમેરિકા માટે ઈરાન સાથેની જંગમાંથી બહાર નીકળવાનો કોઈ સ્પષ્ટ રસ્તો દેખાતો નથી. તેમણે ઉમેર્યું કે ઈરાનને જેટલું નબળું માનવામાં આવતું હતું તેનાથી તે ઘણું વધારે શક્તિશાળી નીકળ્યું છે.

ચાન્સેલર મર્જે જર્મનીના North Rhine-Westphalia માં આ નિવેદન આપ્યું હતું. તેમણે ચેતવણી આપી કે દુનિયાનો મહત્વનો તેલ માર્ગ Strait of Hormuz આંશિક રીતે માઈન્સથી ભરાયેલો છે, જે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે ગંભીર ખતરો બની શકે છે. તેમણે એ પણ કહ્યું કે અમેરિકા લડી રહ્યું છે, પરંતુ આ જંગ કેવી રીતે પૂરી થશે તેની સ્પષ્ટ યોજના હજુ સુધી નથી.

આ પણ વાંચો: Bengal Assembly Election 2026 : બંગાળમાં 142 બેઠકો પર મતદાન , બીજા તબક્કામાં મમતા અને શુભેન્દુની પ્રતિષ્ઠા દાવ પર