ઈરાનની રાજધાની તેહરાન દુનિયાના સૌથી જૂના શહેરોમાંનું એક છે. અહીં 1 કરોડથી વધુ લોકો વસે છે. પરંતુ આજે આ શહેર પાણીની સૌથી મોટી મુશ્કેલીમાં ફસાયું છે. સરકાર કહી રહી છે કે જો વરસાદ ન પડે તો પાણીનું રેશનિંગ શરૂ કરવું પડશે. જે ડિસેમ્બર સુધી ચાલી શકે તેમ છે જો તળાવ, જળાશય ખાલી રહેશે તો, તો તેહરાન ખાલી કરાવવું પડી શકે છે.
પાણીની અછત એટલી ખરાબ કેમ બની?
તેહરાનમાં પાણી લગભગ ખતમ થવાની કગાર પર છે. અમીર કબીર બંધનું જળાશય ગયા વર્ષની સરખામણીમાં ફક્ત છઠ્ઠો ભાગ બચ્યો છે. અડધાથી વધુ પ્રાંતોમાં ઘણા મહિનાઓથી વરસાદ પડ્યો નથી. સરકાર રાત્રે નળો બંધ રાખવાની યોજના બનાવી રહી છે જેથી જળાશયો ભરાઈ શકે. પરંતુ વાસ્તવમાં બંધો સૂકાઈ ચૂક્યા છે. એક અધિકારીએ કહ્યું કે બે અઠવાડિયામાં પીવાનું પાણી પણ ખતમ થઈ શકે છે.
ડિસેમ્બર સુધી સૂકું રહેશે તો તહેરાન છોડવું પડશે
રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો નવેમ્બરના અંત સુધી વરસાદ ન પડે, તો પાણી વહેંચવું પડશે. અને જો ડિસેમ્બર સુધી સુકાં રહ્યું, તો તેહરાન છોડવું પડશે. આ સાંભળવામાં ડરામણું લાગે છે, પરંતુ આ હકીકત છે. ઈરાન દાયકાઓમાંના સૌથી ભયંકર સુકાંમાંથી પસાર થઈ રહ્યું છે.
આ સંકટની જડ ક્યાં છે? કારણ શું છે?
સરકાર આ માટે હવામાન પરિવર્તનને જવાબદાર ઠેરવી રહી છે. હા, વાતાવરણ બદલાઈ રહ્યું છે ગરમીની લહેરો આવી રહી છે, જ્યાં તાપમાન 50 ડિગ્રીથી ઉપર જઈ રહ્યું છે, અને વરસાદ ઘટી રહ્યો છે. તેહરાન વિસ્તારમાં 100% વરસાદની અછત થઈ ગઈ છે. પરંતુ આ ફક્ત અડધું સત્ય છે. સાચી સમસ્યા માનવ બનાવેલી છે દાયકાઓથી થયેલી ભૂલો હવે ભોગવવી પડી રહી છે.
1. વધુ ખેતી અને પાણીનો દુરૂપયોગ
ઇરાનમાં 90 ટકાથી વધારે પાણી ખેતી પર ખર્ચ થાય છે. પરંતુ અહિંયા ખેતી જૂની છે. જેના તાકણે વધારે પાણી વાળા પાક ઉગાડે છે. તેઓ ચોખા અને ઘઉં જેવા પાક ઉગાડે છે. નદીઓ સુકાઈ રહી છે. ઝાયદેન રુડ જેવી નદીઓ મોસમી પ્રવાહ બની ગઈ છે. બંધોએ નદીઓના પ્રવાહને અવરોધ્યો છે. ભીનાશવાળી જમીનનો નાશ થયો છે.
2. વધુ કૂવો ખોદવું અને અતિશય પમ્પિંગ
ઈરાને તેલની જેમ પાણીના કૂવા ખોદ્યા. ભૂગર્ભ જળનું એટલું વધુ શોષણ થયું કે હવે તે ફરી ભરાઈ શકતું નથી. શહેરોમાં ઝડપથી ઇમારતો ઊભી થઈ, વસ્તી વધી ગઈ, પરંતુ પાણી માટે કોઈ યોગ્ય યોજના બની નહીં. તેહરાન જેવા શહેરોમાં પાણીની માંગ બમણી થઈ ગઈ, પરંતુ સપ્લાય એ જ રહ્યુ.
3. સરકારી બેદરકારી અને ઇનકાર
સરકાર વર્ષોથી આ સમસ્યાને અવગણતી રહી. બંધો બનાવ્યા, પણ વિચારીને નહીં. હવામાન પરિવર્તનને ગંભીરતાથી લીધું નહીં. કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેની નીતિઓ ખોટી સાબિત થઈ. આજ સુધી કોઈ મોટો આયોજન નથી. નિષ્ણાતો કહે છે કે આ આત્મઘાતી વ્યવસ્થાપન છે. આ બધા કારણો ભેગા મળી એક મોટું તૂફાન સર્જી રહ્યા છે . હવામાન પરિવર્તને આગ લગાવી, પણ માનવીય ભૂલોએ તેમાં ઈંધણ ઉમેર્યું.