અમેરિકી સેનેટર લિન્ડ્સે ગ્રેહામે ફરી એક વખત ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ છે. તેમણે કહ્યુ કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ લક્ષ્ય રશિયા ઓઇલના ભારત, ચીન અને બ્રાઝિલ જેવા ગ્રાહકોને કુચલવાનું છે. ગ્રેહામે કહ્યુ કે રશિયાનું ઓઇલ ખરીદીને વ્લાદિમીર પુતિને આર્થિક મદદ કરવાનું પરિણામ ભારત ભોગવી રહ્યુ છે. એવુ કરનાર બ્રાઝિલ અને ચીન જેવા અન્ય દેશોએ પણ ભારતની જેમ ભારે કિંમત ચૂકવવી પડશે.
ઓઇલ ખરીદનારાઓ પર કોઇ છૂટછાટ નહીંઃ ગ્રેહામ
એક કાર્યક્રમ દરમિયાન ગ્રેહામે કહ્યુ કે, તેમણે એક દિવસ પહેલાં જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફ રમ્યા હતા. આ દરમિયાન તેમણે રશિયા પાસેથી ઓઇલની ખરીદી કરતા દેશો પર પ્રતિબંધોને લઇને વાત કરી હતી. ટ્રમ્પે સાફ કહ્યુ છે કે, રશિયા તેલ ખરીદનાર દેશોને કોઇ પણ પ્રકારની છૂટ નહીં આપે. કારણકે તે આવું કરીને યુક્રેનમાં યુદ્ધને પ્રોત્સાહન આપી રહ્યુ છે.
ચીન પર પણ અમારૂં ધ્યાન
ટ્રમ્પના નજદીકી ગ્રેહામે કહ્યુ કે, યુક્રેનમાં રશિયાએ યુદ્ધ રોકવાના કોઇ સંકેત આપ્યા નથી. તો ટ્રમ્પની ડેડલાઇન આગળ વધી છે. હવે ચીન પણ ટ્રમ્પના દિમાગમાં છે. આ દેશોને રોકવામાં ન આવ્યા તો હર કોઇ રશિયા તેલ ખરીદતુ રહેશે અને પુતિન યુક્રેનમાં પોતાનુ યુદ્ધ ચાલુ રાખશે. એવામાં ભારત અને ચીન જેવા દેશો પર કડકાઇ જરૂરી છે. લિન્ડ્સે આગળ કહ્યુ કે, ટ્રમ્પ યુક્રેન યુદ્ધને એવી રીતે સમાપ્ત કરશે કે કોઇ ત્રીજુ યુદ્ધ ન થાય. સાથે જ ચીનને તાઇવાન પર કબ્જો કરવા પર ઉશ્કેરવામાં આવે નહીં. અમે પુતિનને અપમાનિત કરવા નથી આવ્યા. અમે એક સમજૂતી ઇચ્છીએ છીએ જેથી એ સુનિશ્ચિત થાય કે કોઇ ત્રીજો હુમલો ન થાય.