ચીન ઈરાનને તેની બેલિસ્ટિક મિસાઇલ શક્તિને ફરીથી મજબૂત બનાવવામાં મદદ કરી રહ્યું છે.

ચીનના શિપમેન્ટ ઇરાન પહોંચ્યા

ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ વોરઅનુસાર, ચીન ઈરાનને તેની બેલિસ્ટિક મિસાઇલ શક્તિને ફરીથી મજબૂત કરવામાં મદદ કરી રહ્યું છે, જ્યારે અમેરિકા અને ઇઝરાયલ તેને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંયુક્ત યુએસ-ઇઝરાયલી કાર્યવાહીમાં ઈરાનના મિસાઇલ કાર્યક્રમ સાથે સંબંધિત અનેક મુખ્ય સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. આમાં મિસાઇલ ઇંધણ પ્લાન્ટ, સોલિડ પ્રોપેલન્ટ મોટર યુનિટ, સ્ટોરેજ સાઇટ્સ અને મિસાઇલ-મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીઓનો સમાવેશ થાય છે.

ઈરાનને પાંચવાર મિસાઈલ સામગ્રી મોકલાઇ

યુદ્ધ શરૂ થયું ત્યારથી ચીને ઈરાનને મિસાઈલ ઈંધણ સંબંધિત સામગ્રીના અનેક શિપમેન્ટ મોકલ્યા છે. સોડિયમ પરક્લોરેટ નામનું રસાયણ ઓછામાં ઓછું પાંચ વખત ઈરાનમાં આવ્યું છે. આ રસાયણ ઘન મિસાઈલ ઇંધણ બનાવવા માટે મહત્વપૂર્ણ છે. આ પુરવઠો ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન શિપિંગ લાઇન્સના જહાજો પર મોકલવામાં આવ્યો હતો. જે પહેલાથી જ યુએસ પ્રતિબંધો હેઠળ છે. દરિયાઈ માહિતી અનુસાર, આમાંથી ચાર જહાજો ઈરાનના ચાબહાર બંદર નજીક સ્થિત છે, જ્યારે એક બંદર અબ્બાસ નજીક સ્થિત છે.

ચીની પુરવઠો ઈરાન માટે કેમ મહત્વનો?

આ પુરવઠો ઈરાનને હુમલામાં નુકસાન થયેલા તેના મિસાઈલ બેઝને સુધારવામાં મદદ કરી શકે છે. યુએસ ગુપ્તચર એજન્સીઓ અનુસાર, ઈરાન ઝડપથી તેની મિસાઈલ સિસ્ટમનું સમારકામ કરી રહ્યું છે. ઘણા કિસ્સાઓમાં, હુમલાના કલાકોમાં ભૂગર્ભ બંકર અને સિલો ફરીથી કાર્યરત થઈ ગયા. જો કે, ઈરાની સૈન્ય પર દબાણ અને સંકલન સમસ્યાઓને કારણે કેટલીક સિસ્ટમો હજુ પણ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થઈ નથી. ઈરાનનો મિસાઈલ કાર્યક્રમ વિશાળ અને જટિલ છે. જેમાં લડાઇ એકમો અને સપોર્ટ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ કાર અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં ચારના મોત અને આઠ લોકો થયા ઘાયલ