યુદ્ધવિરામનું ઉલ્લંઘન થતા હોર્મુઝ સ્ટ્રેટને પણ ખોલાયુ નથી. ઇરાને કહ્યુ છે કે, લેબનાન પર હુમલો સહન નહીં થાય.

ઇઝરાયલના લેબનાનની રાજધાની બેરુત પર હુમલાઓ

લેબનાન પર ઇઝરાયલી હુમલાએ ઇરાન અને અમેરિકાના યુદ્ધવિરામને સંકટમાં મુક્યુ છે. ત્યારે હવે ઇરાને ખુલ્લી ધમકી આપતા કહ્યુ છે કે, લેબનાન પર સતત હુમલાઓ યથાવત્ રહે છે તો તો અમે યુદ્ધવિરામ બાબતે કોઇ વાતચીત કે બેઠક નહી કરીએ. આ ધમકી બાદ અમેરિકા હવે બેકફૂટ પર દેખાઇ રહ્યુ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સે કહ્યુ છે કે, ઇઝરાયલી વાતચીત થાય ત્યાં સુધી લેબનાન પર સીમિત હુમલાઓ થશે. ઇઝરાયલે લેબનાનની રાજધાની બેરુતમાં 10 મિનીટમાં 160 બોમ્બ ફેક્યા હતા.

યુદ્ધવિરામનું ઉલ્લંઘન કેમ ?

યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયા બાદ ઇરાન હવે ફ્રન્ટફૂટ પર છે. ઇરાને કહ્યુ છે કે, યુદ્ધવિરામના કરારમાં લેબનાન પર પણ હુમલાઓ રોકવાનું સામેલ હતુ. પણ ઇઝરાયલે આ કરારનું ઉલ્લંઘન કર્યુ છે. હવે આ મામલે ઇરાનના વિદેશમંત્રીએ પાકિસ્તાનના પીએમને આ ડ્રાફ્ટ કોટ કર્યો છે જે અમેરિકાથી બનીને આવ્યો હતો.

કયા કારણો સામેલ ?

અમેરિકાના ડ્રાફ્ટમાં બે કારણ સામલે છે. એક જે ઇઝરાયલે લેબનાન પર હુમલા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આશ્વસ્ત કર્યુ છે. અમેરિકી આઉટલેટ એક્સિયોસના જણાવ્યા મુજબ, ટ્રમ્પે જ્યારે નેતન્યાહૂને ફોન લગાવ્યો ત્યારે તેઓએ લેબનાન પર હુમલાઓ યથાવત્ રાખવા કહ્યુ હતુ. બીજુ મોટુ કારણ એ છે કે, હિઝબુલ્લાહને પૂર્ણ રીતે ખત્મ કરવાનો પ્રયાસ છે. 2024માં ઇઝરાયલી હુમલાઓથી નબળા પડીને હિઝબુલ્લાહ ફરી મેદાને ઉતર્યુ હતુ. હિઝબુલ્લાહની તાકાત જોઇને હવે ઇઝરાયલ તેને સંપૂર્ણ પણે નાશ કરવા ઇચ્છે છે.

ઈરાન લેબનોન માટે અમેરિકાનો સામનો કરવા તૈયાર

ઈરાની સંસદના સ્પીકર એમ. ગાલિબાફે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે જો લેબનોન પર હુમલા ચાલુ રહેશે, તો અમે સમૃદ્ધ યુરેનિયમનો નાશ કરીશું નહીં. ગાલિબાફ ઈરાન વતી વાટાઘાટોનું નેતૃત્વ કરી રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રીએ પણ આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે. લેબનોન પર હુમલા બાદ યુદ્ધવિરામ છતાં ઈરાને હોર્મુઝની સામુદ્રધુની ખોલી નથી. પ્રશ્ન એ ઊભો થાય છે કે ઈરાન લેબનોન પર અમેરિકાનો સામનો કેમ કરી રહ્યું છે?

1. લેબનોન ઈઝરાયલનો પાડોશી છે. ઈઝરાયલમાં પ્રવેશ માટે લેબનોન જરૂરી છે. હાલમાં, લેબનોન પરોક્ષ રીતે હિઝબુલ્લાહનું શાસન છે. જે ઈરાનની નજીક માનવામાં આવે છે. લેબનોનની મોટાભાગની વસ્તી શિયા છે.

2. ઈરાન યુદ્ધ દરમિયાન હિઝબુલ્લાહે ખુલ્લેઆમ ઈરાનને ટેકો આપ્યો હતો. જો ઈરાન હવે તેને ટેકો નહીં આપે, તો ભવિષ્યમાં હિઝબુલ્લાહ દગો અનુભવશે. ઈરાનની પ્રોક્સી સંગઠનોની નીતિ નબળી પડી શકે છે.

3. જો ઈરાન લેબનોનને જેમ છે તેમ છોડી દે છે, તો મધ્ય પૂર્વમાં ઈઝરાયલનો નકશો વિસ્તરી શકે છે. ઈઝરાયલે સીરિયા અને ગાઝામાં જમીનો પર કબજો કરી લીધો છે, જેનો ઈરાન શરૂઆતથી જ વિરોધ કરી રહ્યો છે.

4. ઇરાનને લાગે છે કે યુદ્ધવિરામના નામે, અમેરિકા આ ​​યુદ્ધમાંથી બહાર નીકળીને ઈઝરાયલ સાથે યુદ્ધમાં ફસાવવા માંગે છે. આ ઈરાન માટે સારું નથી. ઈરાન સમગ્ર મધ્ય પૂર્વમાં શાંતિ ઇચ્છે છે, જે તેની પોતાની પ્રગતિ સુનિશ્ચિત કરશે.

5. લેબનોન ભૌગોલિક રીતે પણ મહત્વપૂર્ણ છે. લેબનોન ભૂમધ્ય સમુદ્ર સાથે જોડાયેલું છે. ઈરાન પહેલાથી જ પર્સિયન ગલ્ફ અને લાલ સમુદ્રને પોતાના રડાર હેઠળ રાખે છે. લેબનોન દ્વારા, તે ભૂમધ્ય સમુદ્રમાં પણ વિનાશ સર્જી શકે છે.

આ પણ વાંચોઃ  વૈજ્ઞાનિકોએ પૂરનું 'અદ્રશ્ય' કારણ શોધી કાઢ્યું, જાણો કેમ બદલાઇ રહ્યો છે મૌસમનો મિજાજ?