ભારતને મધ્ય પૂર્વમાં આ નવા જૂથથી ઊર્જા અને સુરક્ષા સહયોગમાં ફાયદો થવાની અપેક્ષા છે. ભારત આશરે 80 ટકા કાચું ઓઇલ મધ્ય પૂર્વથી આયાત કરે છે. તો બીજી તરફ અરબ નાટોથી પાકિસ્તાનને સૈન્ય અને કૂટનીતિમાં સમર્થન મળી શકે છે. જે ભારત વિરૂદ્ધ તેના આક્રમક વલણને વધુ મજબૂત કરશે. અરબ નાટોમાં કુવૈત, મિસ્ત્ર, જોર્ડન અને સાઉદી અરબ સહિત અન્ય મુસ્લિમ દેશ પણ સામેલ થઇ શકે છે.
40 થી વધુ મુસ્લિમ દેશોના નેતાઓનુ સમર્થન
હકીકતમાં, આરબ નાટો એક પ્રસ્તાવિત વ્યૂહાત્મક જોડાણ છે અને દોહામાં આયોજિત કટોકટી આરબ-ઇસ્લામિક સમિટમાં 40 થી વધુ મુસ્લિમ દેશોના નેતાઓ દ્વારા તેને મજબૂત સમર્થન આપવામાં આવ્યું છે. આવો એ જાણીએ કે અરબ નાટોમાં સામેલ થનારા સંભવિત દેશ કયા કયા છે. આ સંગઠનથી ભારતને શું ફાયદો અને નુકસાન થશે?
શું છે અરબ નાટો
વર્ષ 2015માં પહેલી વાર અરબ નાટોની આ વિચાર ચર્ચામાં આવ્યો. ઇજિપ્ત દ્વારા તેને વિશ્વ મંચ પર રજૂ કરવામાં આવ્યો. તે સમયે, યમનમાં રાજકીય સંકટ વધુ ઘેરું બની રહ્યું હતું અને ISIS શરૂ થઈ ગયું હતું. આવી સ્થિતિમાં, આરબ નાટોનો ખ્યાલ આપવામાં આવ્યો, જેનાથી આરબ વિશ્વને એક કરવાની જરૂરિયાત ઊભી થઈ
ગઠબંધનમાં સામેલ થઇ શકે છે 22 દેશ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અરબ નાટોમાં 22 સદસ્ય શામેલ થઇ શકે છે. જેમાં કુવૈત, મિસ્ત્ર,જોર્ડન, સાઉદી અરબ, સંયુક્ત અરબ એમીરાત. બહરીન, ઓમાન અને કતાર જેવા દેશ પ્રમુખ છે. આપને જણાવી દઇએ કે ઇરાક પણ આનો ભાગ બની શકે છે. જોકે, આ સંગઠન ક્યારે અમલમાં આવશે તે સ્પષ્ટ નથી.
અરબ નાટોથી ઇન્ડિયાને શું ફાયદો-નુકસાન?
રાજનીતિક વિશ્લેષકોની માનીએ તો આનાથી ઇન્ડિયાને ઉર્જા, સુરક્ષા અને આતંકવાદ વિરોધી સહયોગ મળી શકે છે. દેશને મધ્ય પૂર્વમાં ક્ષેત્રિય સંતુલન સ્થાપિત કરવામાં મદદ મળશે. હકીકતમાં, ભારત અંદાજે 80% કાચું ઓઇલ મિડલ ઈસ્ટમાંથી આયાત કરે છે. અરબ નેટો જેવી સંસ્થા ISIS જેવા આતંકવાદી સંગઠનોના વિરોધમાં છે. વિશ્લેષકોનો અંદાજ છે કે જો આ ગઠબંધન 2026 સુધી અમલમાં આવે, તો મિડલ ઈસ્ટમાં શક્તિનું સંતુલન બદલાઈ શકે છે. જો તેના ેનુકસાનની વાત કરીએ તો, અરબ નાટો દ્વારા પાકિસ્તાનને લશ્કરી અને રાજનૈતિક ટેકો મળી શકે છે, જે ભારત સામે તેના આક્રમક વલણને મજબૂત બનાવશે. આ ઉપરાંત, જો અરબ દેશો એકજૂઠ થાય, તો ભારત માટે તેમના સાથે આર્થિક, સામાજિક અને વેપારિક સંતુલન જાળવવું એક પડકારરૂપ બનશે.