સુરક્ષા પર ખતરાના એંધાણ જોતા અમેરિકાએ ઇરાન પર હુમલો કર્યો અને પરમાણુ કાર્યક્રમ ખત્મ કર્યો હતો.

ન્યૂક્લિયર ખતરાનો સામનો

અમેરિકાના નિશાન પર માત્ર ઇરાન જ નહી એ તમામ દેશ છે જે અમેરિકા તરફ મિસાઇલ તાકીને બેઠા છે. અમેરિકી નેશનલ ઇન્ટેલિજેન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડને સેનેટે ઇન્ટેલિજેન્સ કમિટીની સામે આ મામલે ખુલીને ચેતવણી આપી છે. ચીન, રશિયા, ઇરાન અને ઉત્તર કોરિયાની સાથે પાકિસ્તાનને પણ આ દેશની કતારમાં મુકવામાં આવ્યુ છે. આ દેશની મિસાઇલ સિસ્ટમ અમેરિકા માટે ખતરારૂપ સાબિત થઇ શકે છે. સુરક્ષાના મામલે અમેરિકા પાકિસ્તાનને પોતાનો ન્યૂક્લિયર ખતરો માને છે.

તુલસી ગબાર્ડનું નિવેદન

ગુપ્તચર વિભાગના નિર્દેશક તુલસી ગબાર્ડે કહ્યુ હતુ કે, રશિયા, ચીન, ઉત્તર કોરિયા, ઇરાન અને પાકિસ્તાન નવા એડવાન્સ મિસાઇલ ડિલીવરી સિસ્ટમ વિકસાવી રહ્યા છે. તુલસી ગબાર્ડે વધુમાં કહ્યુ હતુ કે, ઇરાનની ટેક્નોલોજી અને વર્ષ 2035 પહેલા ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનો વિકાસ કરીને તેનો ઉપયોગ કરવા માટે છે. તેમના નિવેદનમાં પાકિસ્તાનના લોન્ગ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ તરફ ધ્યાન આકર્ષ્યુ છે.

કઈ પાકિસ્તાની મિસાઇલ અમેરિકા માટે ખતરો ?

અમેરિકા જે મુદ્દો સૌથી ખતરનાક માને છે તે એ છે કે પાકિસ્તાનના લાંબા અંતરના બેલિસ્ટિક મિસાઇલ વિકાસમાં હવે ICBM સુધી પહોંચવાની ક્ષમતા છે. યુએસ ઇન્ટેલિજન્સનો અંદાજ છે કે પાકિસ્તાનની હાલની શાહીન-III મિસાઇલને તકનીકી રીતે ICBMમાં રૂપાંતરિત અથવા વિસ્તૃત કરી શકાય છે. શાહીન-III હાલમાં 2,750 કિલોમીટરની રેન્જ ધરાવતી મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે, જે સમગ્ર ભારતને આવરી લે છે.

શાહીન મિસાઇલની વિશેષતાઓ

1.પાકિસ્તાનની બેલિસ્ટિક મિસાઇલ શ્રેણી, પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ

2.નેશનલ ડેવલપમેન્ટ કોમ્પ્લેક્સ દ્વારા વિકસિત

3. ઘન ઇંધણ દ્વારા સંચાલિત, ઝડપી પ્રક્ષેપણ માટે પરવાનગી આપે છે

4. શાહીન-I, શાહીન-II, અને શાહીન-III આવૃત્તિઓ

5. આશરે 750 કિમી થી 2,750 કિમી સુધીની રેન્જ

6. મોબાઇલ લોન્ચર્સથી ફાયર કરી શકાય છે, ઉચ્ચ ચોકસાઈ અને ઉચ્ચ ગતિ તેની વિશેષતાઓ છે

આ પણ વાંચોઃ વજન ઘટાડવા દોડવુ કે ચાલવું, કઇ કસરત છે વધુ અસરકારક?, જાણો