અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ભારે ચૂક થઇ હોવાનું સામે આવ્યું છે. ફૉક્સ ન્યૂઝના રિુપોર્ટ મુજબ અમેરિકી લડાકુ વિમાનોએ રવિવારે ન્યુજર્સીમાં રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે પ્રતિબંધિત હવાઇ ક્ષેત્રમાં એક પ્લેન જોયુ. જે એર સ્પેસમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યુ હતું જેને રોકી લેવામાં આવ્યું છે.
ગોલ્ફ ક્લબની ઉપર હવાઇ ક્ષેત્રમાં ઘુસ્યુ વિમાન
ઉત્તર અમેરિકી એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડના એક નિવેદન અનુસાર આ ઘટના સ્થાનિક સમયાનુસાર બપોરે 12.50 કલાકે બની. આ સમયે વિમાન ગોલ્ફ ક્લબની ઉપર પહોંચ્યુ. જ્યાં ટ્રમ્પ હાજર હતા. જે બાદ અમેરિકી ફ્લાઇટ જેટ્સએ વિમાનનો પીછો કર્યો. ફાઇટર જેટ્સે વિમાન ઉપર ફાયરિંગ કર્યું. NOTAM જાહેર થયા પછી પણ પેસેન્જર નાગરિક વિમાન આવી ગયું હતું.
રોકી લેવાયુ પ્લેન
મહત્વનું છે કે જ્યારે પણ ડોનાલ્ડ ટ્રમ્પ એટલે કે રાષ્ટ્રપતિ નેશનલ ગોલ્ફ ક્લબમાં હોય ત્યારે આસપાસનો વિસ્તાર પર 30 સમુદ્રી મિલ સુધી પ્રતિબંધ લાગુ હોય છે. તેનું ઉલ્લંઘન કરવા પર NORADની રક્ષા પ્રણાલી તાત્કાલિક એક્શન લે છે. આવુ જ એક્શન રવિવારે પણ લેવામાં આવ્યું એન્ પ્લેન રોકી લીધું.
અગાઉ પણ ઘૂસ્યુ હતુ પ્લેન
આવુ પહેલીવાર નહી, અગાઉ પણ થોડા દિવસો પહેલા ટ્રમ્પ ગોલ્ફ ક્લબમાં હતા ત્યારે એક વિમાન ઘૂસી ગયું હતું. ટ્રમ્પે બીજા કાર્યકાળ માટે સત્તા સંભાળી ત્યારથી પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન સામે આવી રહ્યું છે. જુલાઈમાં NORAD એ બેડમિન્સ્ટર પર એક જ દિવસમાં પાંચ અલગ અલગ વિમાનોને રોક્યા હતા. માર્ચમાં ફ્લોરિડામાં ટ્રમ્પના લક્ઝરી રિસોર્ટ ક્લબ અને નિવાસસ્થાન માર-એ-લાગો નજીક આવી જ ઘટના બની હતી.
ચૂંટણી રેલી દરમિયાન હુમલો
આ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા પછી યુએસ એરફોર્સે નાગરિક પાઇલટ્સને તમામ ફ્લાઇટ પ્રતિબંધોનું કડક પાલન કરવા કહ્યું. એ પણ ભાર મૂકવામાં આવ્યો છે કે જો આવા પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરવામાં આવે તો રાષ્ટ્રીય સુરક્ષા માટે કડક પગલાં લેવા પડશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પહેલા પણ હુમલો થઈ ચૂક્યો છે. ગયા વર્ષે ટ્રમ્પ પર ચૂંટણી રેલી દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. પેન્સિલવેનિયામાં એક રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.










