ફરી એક વખત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ માટે ટેરિફ9 જૂલાઈની ડેડલાઈન નક્કી કરી છે. પરંતુ આ વખતે ભારતે આ ડેડલાઈનને ખુબ કુસળતાથી સંભાળી લીધી છે અને ટ્રમ્પના ટેરિફના દબાવને ડિપ્લોમેટિક રીતે સોલ્વ કરી લીધો છે. જ્યારે ટ્રમ્પે આ વર્ષની શરૂઆતમાં વેપારના મુદ્દા પર ફરી એકવાર કડક વલણ અપનાવીને 90 દિવસમાં 90 સોદાઓનું પ્રોમિસ આપ્યું. તેમની ધમકીઓ અને ટેરિફ એલર્ટ અમેરિકાના મુખ્ય વેપાર ભાગીદારો પર પ્રેશર લાવવાનો પ્રયાસ હતો. પરંતુ આ વખતે વિશ્વની પ્રતિક્રિયા પહેલા કરતા અલગ હતી અને ભારત એવા દેશોમાંનો એક હતો જેણે પોતાને આ ટગ-ઓફ-વોરથી દૂર રાખ્યા હતા.
9 જુલાઈની ડેડલાઈન પુરી થયા બાદ ટ્રમ્પે લેટર મોકલીને મોટા પાયે ભારે ટેરિફ લગાવવાની ચેતવણી આપી. પરંતુ ભારત અમેરિકાનું મોટું નિકાસકાર છે અને ટ્રમ્પનું નિશાન પણ હતું. તેને આવો કોઈ લેટર મળ્યો ન હતો. આ કોઈ સંયોગ નહોતો પરંતુ ભારતની સારી રીતે વિચારેલી રાજદ્વારીનું રિઝલ્ટ હતું. ભારતીય અધિકારીઓએ કહ્યું કે વાટાઘાટો હજુ પણ ચાલી રહી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતની રણનીતિ ટ્રમ્પના ટેરિફના ડરને નબળી પાડવામાં સફળ રહી હતી.













