બીજી તરફ હોર્મુઝ મામલે બહરીન બીજીવાર સંયુક્ત રાષ્ટ્ર પહોંચ્યુ છે. બહરીન, સાઉદી અરબ અને કતારના પાડોશી દેશ છે.
બહરીને કેમ વ્યક્ત કર્યો રોષ ?
યુદ્ધમાં ખાડીના કતાર, ઓમાન અને સાઉદી અરબ જેવા દેશ જ્યાં ઇરાન વિરુદ્ધ શાંત છે. તો ત્યાં બીજી તરફ, ઇરાનના વિરોધમાં બહરીને મોટા પાયે રોષ વ્યક્ત કર્યો છે. બહરીન બીજી વખત સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવમાં બહરીને હોર્મુઝને ખોલવા માટે એક સેન્ય વિભાગ તૈયાર કરવા માગ કરી છે. યુએન સિક્યોરીટી કાઉન્સિલમાંથી જો પ્રસ્તાવ પાસ થાય છે. તો ઇરાનની મુશ્કેલીમાં વધારો થશે. અગાઉ ફ્રાન્સ, ચીન અને રશિયાના વીટો પાવરના કારણે આ પ્રસ્તાવ યુએનમાં પસાર થઇ શક્યો ન હતો.
ઇરાન અને અમેરિકાના યુદ્ધની વચ્ચે બહરીન
બહરીન ખાડીનો એક દેશ છે. જે કતાર અને સાઉદીની વચ્ચે સ્થિત છે. બહરીન વર્ષોથી અમેરિકાનુ સમર્થન કરતુ આવ્યુ છે. અહીં અમેરિકાના મોટા પાયે આર્મી ઠેકાણાઓ છે. આ યુદ્ધમાં બહરીન પર ઇરાન મોટા હુમલાઓ કરી રહ્યુ છે. બહરીનની બાપકો રિફાઇનરી પર પણ ઇરાને હુમલો કર્યો હતો. ઇરાની હુમલાઓના કારણે બહરીનના સ્થાનિકો માર્યા ગયા હતા. 50થી વધુ લોકો ઘાયલ હતા. આ યુદ્ધમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા બહરીન ખરાબ હાલતમાં છે. કારણ કે, બહરીનનો મોટાભાગનો વેપાર હોર્મુઝ સ્ટ્રેટમાંથી થાય છે.
ઇરાન માટે આટલી નફરત કેમ ?
યુદ્ધમાં ઇરાન કતાર, કુવૈત, સાઉદી જેવા દેશ પર પણ હુમલો કરી રહ્યુ છે. પરંતુ આ દેશ શાંત છે. અને ઇરાન વિરુદ્ધ કોઇ અભિયાન પણ નથી ચલાવી રહ્યુ. માત્ર બહરીન જ કેમ ઇરાન સામે વિરોધ કરી રહ્યુ છે. તે એક સવાલ છે. બહરીન અને ઇરાન વચ્ચે વર્ષો જુની લડાઇ છે. 1927માં ઇરાને બહરીન પર પ્રથમવાર દાવો કર્યો હતો. ઇરાને કહ્યુ હતુ કે, બહરીન તેનો જ ભાગ છે. અને તેના પર ઇરાને નિયંત્રણ કર્યુ છે. પરંતુ આરબ દેશોની એકતાના કારણે ઇરાન બહરીનને પચાવી પાડવામાં નિષ્ફળ રહ્યુ હતુ. 1602 સુધી બહરીન પર ઇરાનનું નિયંત્રણ હતુ.
આ પણ વાંચોઃ માઇલ્સ હોવાના અહેવાલ બાદ જહાજો પસાર થતા ડરનો માહોલ, રોયલ નેવી ટીમ કરાઇ સતર્ક
