અમેરિકન અધિકારીઓને જણાવાયું છે કે, બંનેને ચારથી પાંચ દિવસ માટે યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.
યુદ્ધના કારણે ફેલાઇ અરાજકાત
પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું હતું કે, ઇઝરાયલે ઇરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી અને સંસદીય અધ્યક્ષ મોહમ્મદ બાકર ગાલિબાફને તેની હિટ લિસ્ટમાંથી દૂર કર્યા છે. પાકિસ્તાને વોશિંગ્ટનને વિનંતી કરી હતી કે તેઓ તેમને નિશાન ન બનાવે. અધિકારીએ કહ્યું હતુ કે, ઇઝરાયલીઓ પાસે તેમના છુપાયેલા સ્થળો હતા અને તેઓ તેમને મારવા માંગતા હતા. અમે અમેરિકાને કહ્યું હતું કે જો તેઓ પણ માર્યા ગયા, તો વાટાઘાટો કરવા માટે કોઈ બચશે નહીં.
ઇરાન પર સતત હુમલાઓ
અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાનના સુપ્રીમ લીડરથી લઈને વરિષ્ઠ IRGC કમાન્ડરો સુધી બધાને મારી નાખ્યા છે. તેઓ આ યુદ્ધમાં ઈરાનનો ચહેરો બની શકે તેવા લોકોને શોધી રહ્યા છે અને મારી રહ્યા છે. તો તેમના માટે વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી અને સ્પીકર સુધી પહોંચવું કેમ મુશ્કેલ બનશે? તેમ છતાં, જો અરાઘચી અને ગાલિબાફ જીવિત છે, તો તે આંશિક રીતે અમેરિકાની ઇચ્છા છે. હકીકતમાં, તેઓ ઈરાનમાં કેટલાક નેતાઓ ઇચ્છે છે કે જેમની સાથે તેઓ વાત કરી શકે અને સમાધાન કરી શકે.
હિટ લિસ્ટમાંથી દૂર કરવાની માંગ
તુર્કી, પાકિસ્તાન અને ઇજિપ્ત ઈરાન-અમેરિકા યુદ્ધમાં મધ્યસ્થી કરનારા દેશોમાં સામેલ છે. તુર્કીએ દાવો કર્યો હતો કે તે બંને પક્ષો સાથે સીધી વાટાઘાટો કરી રહ્યું છે અને અમેરિકાના વિચારો ઈરાનને પહોંચાડી રહ્યું છે. દરમિયાન, પાકિસ્તાન પણ આવા જ દાવા કરી રહ્યું છે. તેણે જણાવ્યું હતું કે તેણે તેહરાનને 15 મુદ્દાની માંગણીઓ પણ પહોંચાડી છે અને હવે બે વરિષ્ઠ નેતાઓને હિટ લિસ્ટમાંથી દૂર કરવાની માંગ કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ Iranએ Americaને આપ્યો આંચકો, 'શાંતિ મંત્રણા'ના નાટકનો કર્યો પર્દાફાશ
