સુકુક એક મુસ્લીમ બોન્ડ છે. તેમાં વ્યાજ લેવું ખરાબ ગણવામાં આવે છે.

'સુકુક બોન્ડ' આવ્યુ ચર્ચામાં

પાકિસ્તાનની સરકારે સંયુક્ત અરબ અમીરાતને વ્યાજ ચુકાવવાની તૈયારી શરુ કરી છે. આ મહિનાના અંત સુધી યુએઇને 3.5 બિલિયન ડોલરનું વ્યાજ ચુકાવવામાં આવશે. યુદ્ધના કારણે યુએઇએ પાકિસ્તાન પાસેથી પોતાના નાણા પરત માગ્યા હતા. પાકિસ્તાનની સરકાર યુએઇને કેવી રીતે વ્યાજ ચુકવશે. તેની ચર્ચાએ જોર પકડ્યુ છે. પાકિસ્તાન સરકારે વ્યાજ ચુકાવવા માટે એક તરફ સાઉદી અને ચીન જેવા દેશ સાથે સંપર્ક સાધ્યો છે.

ચર્ચા-વિચારણા બાદ લેવાશે નિર્ણય

તો બીજી તરફ, પાકિસ્તાન સરકાર યુએઇનું વ્યાજ ચુકવવા માટે ઇસ્લામિક સુકુક ફંડનો પણ સહારો લેવાની તૈયારી કરી રહ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઔરંગઝેબે જણાવ્યુ હતુ કે, તમામ પાસાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તમામ બાબતે વિચાર કરીને બાદમાં નિર્ણય લેવામાં આવશે.

ઇસ્લામિક સુકુક એટલે શું ?

આ એક પ્રકારનો બોન્ડ છે. જે શરિયત પ્રમાણે ચાલે છે. શરિયતમાં વ્યાજના પૈસાને ખરાબ માનવામાં આવે છે. તેથી આ બોન્ડમાં રોકાણ કરનારાઓને કોઇ વ્યાજ નથી મળતુ. પરંતુ આ બોન્ડમાં રોકાણ કરનારાઓને જરુરથી લાભ મળે છે. સુકુક બોન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મામલે જાહેર કરવામાં આવે છે. જેમાં રોકાણકાર જોઇ શકે છે તેમાં કોણ રોકાણ કરી રહ્યુ છે. એ વસ્તુ અથવા સ્થળ વાસ્તિવિકમાં છે. પાકિસ્તાનની સરકાર પબ્લિક પેલેસના નિર્માણ મામલે પમ સુકુક બોન્ડ જાહેર કરે છે. સરકાર રેન્ટને પણ ભાગીદારોમાં વહેંચે છે.

વ્યાજ કેવી રીતે ચુકવશે પાકિસ્તાન ?

પાકિસ્તાન સરકાર ટૂંક સમયમાં યુએઈનું દેવું ચૂકવવા માટે સુકુક બોન્ડ જારી કરી શકે છે. ગયા વર્ષે, સરકારે $7 બિલિયનના બોન્ડ જારી કર્યા હતા. યુએઈ પર $3.5 બિલિયનનું દેવું છે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાન સરકાર આ બોન્ડ દ્વારા સરળતાથી ભંડોળ એકત્ર કરી શકે છે. જોકે, આ નિર્ણય જોખમ ધરાવે છે. પાકિસ્તાન સરકારને હવે તેની મોટાભાગની સરકારી સંપત્તિ વેચવી પડી શકે છે, કારણ કે તેની પાસે નવા માળખાનો અભાવ છે. તેથી, તેની પાસે હાલના માળખાને વેચવાનો વિકલ્પ છે.

આ પણ વાંચોઃ UAEનું દેવું ચૂકવવા માટે Pakistan સાઉદી અને કતાર પાસેથી કેમ મેળવે છે ભંડોળ, જાણો શુ છે માહોલ?