રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ જાણે છે કે, આ માર્ગો પર કબ્જો કરવો એ ખતરાની નિશાની છે.
અમેરિકાની શું છે મંનશા ?
ઇરાન યુદ્ધમાં આગળ કઇ કાર્યવાહી કરવામાં આવશે તે જાણવા માટે સમગ્ર દુનિયા આતુર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખાર્ગ અને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ માટે સંકેત આપ્યા છે. તેના માટે અમેરિકાએ મિડિલ ઇસ્ટમાં વધુ સંખ્યામાં સૈનિકોની તૈનાતી કરી છે. પરંતુ ટ્રમ્પના જુના રેકોર્ડને જોતા કહેવાયુ છે કે, ઇરાન મામલે અમેરિકાના મનની સ્થિતિ સ્થિર નથી. તે બોલે છે અલગ અને કરે છે અલગ. ઇરાનના હોર્મુઝ પાસે સ્થિતિ 3 દ્વીપ પર વિશ્વની નજરની છે. જેમાં અબૂ મૂસા, ધ ગ્રેટર અને લીઝર ટંબ્સનો સમાવેશ થાય છે.
આ ત્રણ દ્વીપ કેમ મહત્ત્વના ?
અબૂ મૂસા, ધ ગ્રેટર અને લીઝર ટંબ્સ આ ત્રણ દ્વીપ પર સંયુક્ત અરબ અમીરાતે દાવો કર્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે, આ ત્રણ દ્વીપ પર કબ્જો જમાવીને અમેરિકા ઇરાનમાં સ્થિતિ ઉથલ-પાથલ કરવા ઇચ્છે છે. ફારસની ખાડીમાં સ્થિત આ ત્રણ દ્વીપ યુએઇ અને ઇરાનની વચ્ચે સ્થિત છે. યુએઇ આ ત્રણ દ્વીપ પર દાવો કરી રહ્યુ છે. પરંતુ તેના પર હાલમાં ઇરાનનું વર્ચસ્વ છે. અબૂ મૂસા દ્વીપ યૂએઇના શારજાહથી માત્ર 59 કિમી દૂર છે. ઇરાનના પોર્ટ અબ્બાસથી તે 70 કિમી છે. ફારસની ખાડીમાંથી નિકળવા માટે કોઇપમ ટેંકરે અબૂ મૂસા પસાર કરવું જ પડે છે. તે હોર્મુઝ પાસે સ્થિત છે.
સદ્દામ હુસૈનના પ્રયત્ન નિષ્ફળ
આ જ રીતે વધુ બે નાના-નાના દ્વીપ તેની આસપાસ સ્થિત છે. જે ફારસની ખાડીમાં યુએઇની પાસે સ્થિત છે. અબૂ મૂસા દ્વીપનો વિવાદ યુએન સુધી પહોંચ્યો છે. પરંતુ તેના પરથી ઇરાનનું નિયંત્રણ હટાવી શકાયુ નથી. ઇરાન-ઇરાક યુદ્ધ દરમિયાન સદ્દામ હુસૈને તેને તહેરાન પાસેથી છિનવી લેવા માટે પૂરતા પ્રયત્ન કર્યા હતા. પરંતુ તેમાં તેઓને સફળતા મળી ન હતી.
યુએઇને ખુશ કરવાના પ્રયાસ
કિન્સી ઇન્સ્ટીટ્યુટના ત્રિતા પારસીના જણાવ્યા મુજબ, અમેરિકા આ ત્રણે દ્વીપોને મેળવવાની ઇચ્છા ધરાવે છે. અમેરિકામાં ઇઝરાયલ-સમર્થક અને પ્રમુખ અમીરાતી અકાઉન્ટને સાર્વજનિકરૂપથી આ વિચારને આગળ વધાર્યુ છે. અમેરિકા આના માધ્યમથી બે કામ એકસાથે કરવા ઇચ્છે છે. પારસીએ જણાવ્યુ હતુ કે, જો આ દ્વીપો પર અમેરિકાનો કબ્જો થઇ જાય છે તો, કરાર કરવામાં સરળતા રહેશે. અને અમેરિકાનો બીજો પ્રયાસ યુએઇને ખુશ કરવાનો છે. જો ત્રણ દ્વીપ પર તેનો કબ્જો થઇ જાય તો ઇરાનનો દબદબો ખત્મ થઇ જશે.
આ પણ વાંચોઃ શા માટે થાય છે સ્ત્રીઓમાં Migraineનો દુખાવો, જાણો કેવી રીતે તેને અટકાવશો ?
