ઇઝરાલ અને અમેરિકા ઇરાન પર તૂટી પડ્યા છે. તો યુદ્ધની આગ હવે લેબનાન સુધી પહોંચી છે.

ઇઝરાયલનો સૌથી મોટો દુશ્મન

મિડિલ ઇસ્ટમાં ઇરાન પર ઇઝરાયલ અને અમેરિકા મળીને હુમલાઓ કરી રહ્યુ છે. આ યુદ્ધ દરમિયાન ઇરાને કેટલાય દેશોના અમેરિકી બેસ પર અટેક કર્યો છે. અને ઓછામાં ઓછા 8થી9 દેશને યુદ્ધમાં ખેંચી લીધા છે. ઇઝરાયલે ઇરાન સિવાય વધુ એક દેશમાં અટેક કર્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ દેશ છે લેબનાન. અહીં ઇઝરાયલનો સૌથી મોટો દુશ્મન હિઝ્બુલ્લાહ છે.

લેબનાનમાં એક અઠવાડિયામાં લાખો મોત

ઇઝરાયલ અને હિઝ્બુલ્લાહ વચ્ચેનું આ યુદ્ધ હવે ખતરનાક વળાંક પર આવ્યુ છે. લેબનાનની રાજધાની બૈરુત પણ પોતાની ખૂબસુરતી ગુમાવી બેઠુ છે. અને હવાઇ હુમલામાં નાશ થયુ છે. લેબનાનના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર એક અઠવાડિયામાં અહીં 394 જેટલી મોત થઇ છે. અને 1130 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 83 બાળકો સામેલ હતા.

ચાર મુખ્ય કારણો જાણો

1. સ્ટેટ વિધઇન અ સ્ટેટઃ હિઝ્બુલ્લાહ માત્ર એક નાનુ આતંકી સંગઠન નથી. પરંતુ તે એક 'સ્ટેટ વિધઇન અ સ્ટેટ' એટલે તે રાજ્યની અંદર રાજ્યની જેમ કામ કરે છે. તેની પાસે પોતાની સેના, રાજનૈતિક પાર્ટી અને પોતાની અલગ ઇન્ટેલિજેન્સ યૂનિટ છે.

2. સુરંગનું જાળઃ હિઝ્બુલ્લાહે દક્ષિણ લેબનાનમાં સેંકડો કિમી લાંબી અને ઉંડી સુરંગ બનાવી છે. આ સુરંગમાં તેમના હથિયાર અને મિસાઇલ છુપાવ્યા છે. જેના પર હવાઇ હુમલાઓ એસર કરી શકતા નથી.

3. ઇરાનનો અતૂટ સહયોગઃ હિઝ્બુલ્લાહને ઇરાન પાસેથી સતત આધુનિક હથિયાર અને પૈસા મળ્યા છે. જ્યાં સુધી આ સહયોગ યથાવત્ છે. ત્યાં સુધી તેમને ખત્મ કરવું અશક્ય છે.

4. વિચારધારાઃ આ એક વિચારધારા સાથે જોડાયેલું સંગઠન છે. એક કમાંડરના ઠાર મરાયા બાદ તુરંત અન્ય કમાંડર તેનું સ્થાન લઇ લે છે.

કયા વિસ્તાર છે નિશાના પર ?

ઇઝરાયલનું માનવુ છે કે, હિઝ્બુલ્લાહનું અસલી નિયંત્રણ સેન્ટર બૈરુતના રહેણાંક વિસ્તારો નીચે બંકરોમાં સ્થિત છે. ઇઝરાયલનો પ્રાથમિક ઉદ્દેશ હિઝબુલ્લાહના નેતૃત્વને સંપૂર્ણપણે ખતમ કરવાનો છે. તેમની પાસે બૈરુતમાં દહિયાહ જેવા વિસ્તારોમાં મુખ્ય કાર્યાલયો અને મુખ્યાલય છે. બૈરુત પર હુમલો કરીને, ઇઝરાયલ લેબનીઝ સરકાર અને લોકો પર હિઝબુલ્લાહને ટેકો આપવાનું બંધ કરવા દબાણ કરવાનો હેતુ ધરાવે છે.

'બ્લુ લાઇન' પર ઉથલપાથલ

લેબનાન અને ઇઝરાયલ વચ્ચેની આ સરહદ, જેને 'બ્લુ લાઇન' તરીકે ઓળખવામાં આવે છે. તે દાયકાઓથી વિવાદનું કારણ બની રહી છે. 2006માં બંને પક્ષો વચ્ચે 34 દિવસના ભયંકર યુદ્ધમાં કોઈ નિર્ણાયક પરિણામ મળ્યું ન હતું.

આ પણ વાંચોઃ પત્ની Lin Laishramએ પુત્રીને આપ્યો જન્મ, Randeep Hoodaએ પિતા બનતા શેર કર્યો દિકરીનો ફોટો

  • Follow us on: